ભારતના શેરબજાર માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગયા ઓકટોબર મહિનામા જે વિદેશી બ્રોકરેડ હાઉસે ભારતના શેરબજારમાંથી ફંડ ઉઠાવીને ચીનના શેરબજારમા નાંખ્યું હતું તેણે હવે એક જ મહિનામાં નિર્ણય બદલ્યો છે અને ફરી ભારતના શેરબજારમાં ફંડ ઠાલવવાનો નિર્ણય લીધો છે.
દુનિયાના જાણીતા બ્રોકરેજ હાઉસ CLSAએ એક રિપોર્ટમાં કહ્યું છે કે, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બન્યા પછી ચીન માટે અનેક પડકારો ઉભા થશે તેવું લાગે છે એ વાતને ધ્યાનમાં રાખીને અમે હવે ચીનના શેરબજારમાંથી અમારું ફંડ ડાયવર્ટ કરીને ફરી ભારતીય શેરબજારમાં લાવીશું. CLSAએ કહ્યું કે, ભારતનો વિકાસ દર મજબુત બન્યો છે અને ભારતનું શેરબજાર અમારા માટે પ્રોફિટેબલ બની શકે છે.CLSAએ 1267ના ભાવે રિલાયન્સનો શેર ખરીદવાની ભલામણ કરી છે. 1650નો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું