તાજેતરમાં ભારતના ટોચના દાનવીરોની યાદી જાહેર કરવામાં આવી જેમાં 7મા નંબરે એક નામ છે કૃષ્ણા ચિવુકુલાનું. આ ઉદ્યોગપતિ વિશે ઘણા ઓછો લોકો જાણે છે.
1998માં IIT બોમ્બેમાં ભણ્યા પછી કૃષ્ણાએ એરોનોટીકલ એન્જિનિયરીંગમાં અભ્યાસ કરવા માટે IIT મદ્રાસમાં એડમિશન લીધું હતું. 1970માં એમ.ટેક થયા પછી તેઓ અમેરિકા ગયા અને હોફમેન ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી શરૂ કરી. 1984માં તેઓ આ જ કંપનીમાં ગ્રુપ પ્રેસિડન્ટ અને CEO બન્યા. 1990માં નોકરી છોડીને અમેરિકામાં જ શિવા ટેક્નોલોજી નામથી પહેલી કંપની શરૂ કરી. એ પછી બેગલુરુમાં બે કંપનીઓ શરૂ કરી.કૃષ્ણા ચિવુકુલા અને તેમના પરિવારની કુલ નેટવર્થ 6800 કરોડ રૂપિયા છે. તેમણે જ્યા ભણ્યા હતા તે IIT મદ્રાસને 228 કરોડ રૂપિયાનું દાન કરી દીધું છે.