ટાટા ગ્રુપની નેટવર્થ અત્યારે 33 લાખ કરોડ રૂપિયા છે. 1868માં જમશેદજી ટાટાએ ગ્રુપની સ્થાપના કરેલી જે આજે 150 દેશોમાં હાજર છે.
3 માર્ચ 1839માં ગુજરાતના નવસારીમાં જન્મેલા જમશેદજીના ટાટાના સ્થાપક ગણવામાં આવે છે.
પારસીઓ વર્ષો પહેલા ઇરાનના ફારસથી ગુજરાતના સંજાણમાં આવીને વસ્યા હતા અને ધીમે ધીમે આજુબાજુમાં ફેલાયા. 1122માં પહેલીવાર પારસીઓ નવસારીમાં વસ્યા અને એજ વર્ષમાં પારસી પુજારીઓ પણ આવેલા. નવસારીમાં પારસીની વસ્તી બની ગઇ એ પછી એક ફાયર ટેમ્પલ ( પારસીઓનું પૂજા ઘર ) અને ટાવર ઓફ સાયલન્સ ( અંતિક્રિયાનું સ્થળ) બનાવવામાં આવ્યું. જમશેદજીના પૂર્વજો પારસીઘરમાં પૂજા કરતા અને પૂજારીઓને પારસીમાં દસ્તુર કહેવામાં આવે છે.
જમશેદજીના પૂર્વજો ખુબ ગુસ્સાવાળા હતા અને ગુજરાતીમાં ગુસ્સો કરનારાના ટાટા કહેવામાં આવે છે. જેથી ટાટા સરનેમ પડી.