fbpx

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ફેસ જાહેર કરતા ભાજપ કેમ ડરી રહી છે?

Spread the love

મહારાષ્ટ્રની ચૂંટણી જીતવા માટે ભાજપે હિંદુત્વના એજન્ડાથી માંડીને મુખ્યમંત્રીના ફેસ પર રહસ્ય બનાવવા સુધીની તમામ રણનીતિ અપનાવી છે. ઉદ્ધવ ઠાકરેને સત્તામાંથી ઉથલાવી દીધા પછી લોકસભાના જે પરિણામો આવ્યા તેણે ભાજપને ચોંકાવી દીધા. મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો. અમિત શાહે ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કહ્યુ હતું કે અત્યારે અમારા મુખ્યમંત્રી એકનાથ શિંદે છે, પરંતુ ચૂટણીના પરિણામો પછી બધા ભેગા થઇને નક્કી કરીશું કે  CM કોણ બનશે?

દેવેન્દ્ર ફડણવીસે તો પહેલેથી કીધુ હતું કે હું CM રેસમાં નથી. અમિત શાહના નિવેદન પછી એકનાથ શિંદેએ પણ કહ્યું કે, હું રેસમાં નથી. મહારાષ્ટ્રામાં અત્યારે સત્તા વિરોધી લહેર છે એ જોતા મુખ્યમંત્રી ફેસ જાહેર કરવાનું ભાજપને યોગ્ય લાગ્યું નથી.

Leave a Reply

error: Content is protected !!