BlueSkyએ વિકેન્દ્રિત માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ છે. ખાસ વાત એ છે કે, તેને જેક ડોર્સીએ તૈયાર કર્યું છે, કે જેણે ટ્વિટરને બનાવ્યું હતું. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે, તે એલોન મસ્કની એક્સને સખત સ્પર્ધા આપશે.
ટ્વિટરની સ્થાપના કરનાર જેક ડોર્સીના એક પગલાને કારણે એલોન મસ્ક મુશ્કેલ પડકારનો સામનો કરી રહ્યા છે. એલોન મસ્કે નવેમ્બર 2022માં ટ્વિટર ખરીદ્યું અને તેનું નામ બદલીને X રાખ્યું હતું. હવે ટ્વિટરના સ્થાપક જેક ડોર્સીએ એક નવું પ્લેટફોર્મ ‘બ્લુસ્કાય’ બનાવ્યું છે. ખાસ વાત એ છે કે, જેક ડોર્સીના આ પ્લેટફોર્મને અમેરિકામાં યુઝર્સનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. અમેરિકામાં લગભગ 1.5 લાખ લોકોએ X નો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે અને હવે તેઓ નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બ્લુ સ્કાય પર શિફ્ટ થઈ રહ્યા છે. વપરાશકર્તાઓ છોડવાનું કારણ એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વપરાશકર્તાઓનું X છોડવાનું કારણ એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, અમેરિકાની ચૂંટણીમાં એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું અને પ્રચાર કર્યો હતો, તેથી અમેરિકનો તેમને શંકાની નજરે જોઈ રહ્યા છે. US ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી અને ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે, લગભગ 1 મિલિયન નવા વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા બ્લુ સ્કાય પર તેમના એકાઉન્ટ ખોલ્યા છે. જો કે, પ્રશ્ન એ છે કે બ્લુસ્કાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xથી કેવી રીતે અલગ છે, ચાલો અમે તેના વિશે તમને જણાવીએ..
BlueSkyએ વિકેન્દ્રિત માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ છે. જેક ડોર્સી વર્ષ 2019માં આ એપ શરૂ કરી ચુક્યા હતા. અગાઉ આ પ્લેટફોર્મ ફક્ત ઇન્વાઇટ આધારિત હતું, જેથી ડેવલપર્સ નવી સુવિધાઓનું પરીક્ષણ કરી શકે. બ્લુસ્કીના CEO J ગ્રેબર, જેઓ જાહેર લાભ નિગમનું સંચાલન કરે છે, તેઓ હવે આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ બ્લુ સ્કાયએ બુધવારે જણાવ્યું કે, તેના યુઝર્સની સંખ્યા 1.5 કરોડને વટાવી ગઈ છે, જે સપ્ટેમ્બરમાં માત્ર 90 લાખ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, માત્ર એક સપ્તાહમાં જ બ્લુ સ્કાય યુઝર્સની સંખ્યામાં 10 લાખનો વધારો થયો છે.
બ્લુ સ્કાયની વિશેષતાઓ: બ્લુ સ્કાય વપરાશકર્તાઓને ટૂંકા સંદેશાઓ પોસ્ટ કરવાની મંજૂરી આપે છે, તેમજ ફોટા અને વિડિયો પોસ્ટ કરવાની સુવિધા આપે છે. યુઝર્સ બ્લુસ્કાય એપ દ્વારા ડાયરેક્ટ મેસેજ મોકલી શકે છે. આ એપની સૌથી મહત્વની વિશેષતા વિકેન્દ્રીકરણ ફ્રેમવર્ક છે, જે ડેટા સ્ટોરેજને સ્વતંત્ર બનાવે છે. X થી તદ્દન વિપરીત, BlueSkyએ અલ્ગોરિધમિક ફીડનો ઉપયોગ કરે છે. BlueSkyએ દેખાતા કન્ટેન્ટને વપરાશકર્તાઓ દ્વારા અનુસરતા એકાઉન્ટ્સમાંથી પોસ્ટ્સ સુધી મર્યાદિત કરે છે.