fbpx

ડૉ.પ્રશાંત વઝીરાણી એટલો લોભિયો હતો કે કમિશન માટે 10 કલાકમાં 19 ઓપરેશન કરેલા

Spread the love

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલાં PMJAY યોજનાનું કૌભાંડ ચાલતું હતું અને તેમાં 2 લોકોએ જીવ ગુમાવવો પડ્યો. આ ઘટનામાં પકડાયેલા ડો. પ્રશાંત વઝીરાણી રિમાન્ડ પર છે અને પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે એક જ દિવસમાં 1, 20,200 રૂપિયાનું કમિશન મેળવવા માટે ડો. પ્રશાતે 10 કલાકમાં 19 ઓપરેશન કરી નાંખ્યા હતા,જેમાં 2 લોકોના જીવ ગયા.

 ખ્યાતિ હોસ્પિટલમાં રીતસરનું આયુષ્યમાન કાર્ડના પૈસા લૂંટી લેવાનું કૌભાંડ ચાલતું હતું. શિકાર શોધી લાવવાનું કામ મિલીન પટેલ કરતો હતો   અને તે પોતાને ખ્યાતિ હોસ્પિટલના ડિરેકટર તરીકે ઓળખાણ આપતો. મિલીન પટેલે 10 લોકોની ટીમ બનાવેલી જે ગામે ગામ જઇને આયુષ્યામન કાર્ડનો સર્વે કરતી અને લોકોને મફતમાં ઓપરેશન કરવાની લાલચ આપતી.

કડીના બોરસણામાં આવો જ કેમ્પ 10 નવેમ્બરના દિવસે રાખવામા આવ્યો હતો.

Leave a Reply

error: Content is protected !!