મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન થઈ ગયું છે અને 288 બેઠકો પર મતદાન થયું છે. મહારાષ્ટ્રના વિદર્ભના 11 જિલ્લાની 62 બેઠકો ઐતિહાસિક રીતે સરકાર બનાવવામાં મહત્ત્વની માનવામાં આવે છે. જે રાજકીય પાર્ટીઓ વિદર્ભમાંથી સૌથી વધારે બેઠકો જીતે તેને મહારાષ્ટ્રની સત્તા મળે છે. આ વખતે પણ વિદર્ભ જ નક્કી કરશે કે મહારાષ્ટ્રની ગાદી કોને મળે છે.
ભાજપ મહારાષ્ટ્રમાં 150 બેઠકો પર ચૂંટણી લડી રહી છે તેમાંથી 33 ટકા એટલે કે 47 બેઠકો વિદર્ભની છે. કોંગ્રેસે વિદર્ભમાં 39 ઉમેદવારો ઉતાર્યા છે. RSSનું હેડક્વાર્ટર પણ વિદર્ભના નાગપુરમાં આવેલું છે.
2014માં ભાજપ 44 બેઠકો જીત્યું હતું, પરંતુ 2019માં બેઠકો ઘટીને 29 પર આવી ગઇ હતી, એટલે આ વખતે ભાજપે વિદર્ભમાં જોર વધાર્યું છે. ફડણવીસ પણ વિદર્ભમાંથી ચૂંટણી લડી રહ્યા છે.