અમદાવાદના એસજી રોડ પર આવેલી ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલીટી હોસ્પિટલમાં કૌભાંડ બહાર આવ્યા પછી 3 તબીબ સહિત 5 સામે સરકારે પોલીસ ફરિયાદ નોંધાવેલી છે, જેમાં માત્ર ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ થઇ છે જ્યારે અન્ય 4 આરોપીઓ ફરાર છે.
આ કેસની તપાસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન કરતી હતી, પરંતુ હવે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ડો. કાર્તિક પટેલ, ડો, સંજય પટોલિયા, રાજક્ષી કોઠારી અને હોસ્પિટલના CEO ચિરાગ રાજપુત સામે લૂંકઆઉટ સરક્યુલર નોટિસ જારી કરી છે અને દેશના તમામ એરપોર્ટને જાણ કરી દેવામાં આવી છે. પોલીસને શંકા છે કે આરોપીઓ વિદેશ ભાગી ગયા હશે એટલે રેડ કોર્નર નોટિસ આપવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.