fbpx

UPમાં મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક પર ભાજપનો હિંદુ ઉમેદવાર જીતી ગયો

Spread the love

ઉત્તર પ્રદેશમાં કુલ 9 બેઠકો પર  વિધાનસભાની પેટા ચૂંટણી હતી, જેમાં કુંદરકીની એક બેઠક જબરદસ્ત ચર્ચામાં છે. 31 વર્ષ પછી ભાજપ આ બેઠક જીત્યું   છે. કુંદરકી બેઠક એ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક છે અને અહીં 60 ટકા કરતા વધારે મુસ્લિમ મતદારો છે. આ બેઠક પર કુલ 12 ઉમેદવારોમાંથી 11 ઉમેદવારો મુસ્લિમ સમાજના ઉમેદવાર હતા, છતા ભાજપે ઠાકુર રામવીર સિંહ નામના હિંદુ ઉમેદવાર પર દાવ રમ્યો હતો.

 આ બેઠક પર રામવીર સિંહે જીત મેળવી લીધી છે. રામવીર જ્યારે ચૂંટણી પ્રચાર માટે જતા ત્યારે મુસ્લિમ સમાજના લોકો જે  જાળી વાળી નમાઝી ટોપી પહેરીને જતા અને પ્રચારની શરૂઆત કુરાનની આયાતથી કરતા. ઉપરાંત જ્યારે ભાષણ ચાલતું હોય અને મસ્જિદની અઝાન સંભળાતી ત્યારે રામવીર ભાષણ અટકાવી દેતા. રામવીર ઉપરાંત ભાજપના ઉત્તર પ્રદેશના અલ્પ સંખ્યકના પ્રદેશ પ્રમુખ કુંવર બાલિત અલીએ આખી સ્કિપ્ટ તૈયાર કરી હતી. મુસ્લિમ સમાજના લોકોને અલ્લાહના નામની કસમ ખવડાવીને ભાજપને વોટ આપવાનું વચન લઇ લીધું હતું.

Leave a Reply

error: Content is protected !!