વાવની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત પછી સુરતના એક કાર્યક્રરમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગુજરાત ભાજપ સંગઠનના માળખામાં ફેરફારના અને પોતે પ્રમુખ પદેથી વિદાય થઇ રહ્યા છે.
સુરતમાં સી આર પાટીલે કહ્યું કે, મારી વિદાય વસમી નહી, પરંતુ જીત સાથે નક્કી કરી તેના માટે કાર્યકરોનો આભાર. પાટીલે કહ્યું કે મેં બે વખત હાઇકામાન્ડને રજૂઆત કરી હતી કે, હવે ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી કોઇકને સોંપવી જોઇએ. નવા સંગઠનની રચના કરવાની અમને સૂચના મળી છે અને હવે જે પણ નવા પ્રદેશ પ્રમુખ બનશે તેમને હું અત્યારથી એડવાન્સમાં અભિનંદન પાઠવું છું.
સી આર પાટીલ ગુજરાતમાં 4 વર્ષથી પ્રદેશ પ્રમુખ છે અને તેમના કાર્યકાળમાં તેમણે ભાજપને ઐતિહાસિક જીત અપાવી. ગુજરાત વિધાનસભા 2022માં ભાજપે 182માંથી 156 બેઠકો પર જીત મેળવી હતી.