fbpx

ગૌતમ અદાણીના કેસમાં તપાસ કરનારા 2 અધિકારીઓ ભારતીય મૂળના છે

Spread the love

ન્યુયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી સહિત 8 સામે આરોપ લગાવ્યા છે કે તેમણે ભારતના અધિકારીઓને સોલાર પ્રોજેક્ટ મેળવવા માટે 2200 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. અદાણી સામે કુલ 5 અધિકારીઓ તપાસ કરી રહ્યા છે, જેમાંથી 2 અધિકારીઓ ભારતીય મૂળના છે.

ગૌતમ અદાણી સામે 2 કેસ છે. એક કેસની FBI તપાસ કરી રહ્યું છે અને બીજા કેસની અમેરિકાના સિક્યોરીટી એન્ડ એક્સ્ચેન્જ કમિશનના હાથમાં છે. સિક્યોરીટી એન્ડ એક્સ્ચેન્જ કમિશનના 2 અધિકારીઓ મૂળ ભારતીયો છે, જે અદાણીના કેસની તપાસ કરી રહ્યા છે. એક નામ છે સંજય વાધવા અને બીજું નામ છે તેજલ શાહ.

સંજય વાધવા અદાણીના ફંડને કારણે રોકાણકોરાને શું નુકશાન થયું તેની તપાસ કરી રહ્યા છે અને તેજલ શાહ લાંચ કેસની તપાસ કરી રહ્યા છે.

error: Content is protected !!