fbpx

HMDનો નવો ફોન HMD Fusion ભારતમાં લોન્ચ, 1 લાખના ફીચર્સ 16 હજારમાં મળશે

Spread the love

Human Mobile Device (HMD)એ ભારતમાં તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેનું નામ HMD Fusion છે. આ એક આકર્ષક સ્માર્ટફોન છે, જેમાં ઘણા સારા ફીચર્સ અને મોડ્યુલર સપોર્ટ છે. તેમાં 108MP રિયર અને 50MP સેલ્ફી કેમેરા છે. તેમાં આઉટફિટ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે, જેના માટે આ હેન્ડસેટમાં પોગો પિન હાજર છે.

HMD ફ્યુઝનમાં સ્માર્ટ આઉટફિટનો વિકલ્પ આપેલો છે. તેની મદદથી યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ મોડ્યુલરને ફોન સાથે કનેક્ટ કરી શકે છે. Xiaomi 14 Ultraમાં આ પ્રકારનો મોડ્યુલર સપોર્ટ આપવામાં આવ્યો હતો, જેની સાથે ફોટોગ્રાફી કિટ જોડી શકાય છે. તેની મદદથી યુઝર્સને પ્રો ફીચર્સ જોવા મળે છે. Xiaomi 14 Ultraની ભારતમાં કિંમત 1 લાખ રૂપિયા છે.

HMD ફ્યુઝનની લોન્ચ ઓફર રૂ. 15,999 છે, જેમાં બેંક ઓફર્સ પણ સામેલ છે. આ ડીલ મર્યાદિત સમય માટે છે અને Amazon India પર ઉપલબ્ધ હશે. આ હેન્ડસેટનું પ્રથમ વેચાણ 29 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે.

HMD ફ્યુઝન પર લોન્ચ ઓફર સમાપ્ત થયા પછી, તેની કિંમત 17,999 રૂપિયા થઈ જશે. આ સાથે, બે પ્રકારના મોડ્યુલર્સ પણ ઉપલબ્ધ હશે, જેના નામ છે HMD Flashy outfit અને HMD ગેમિંગ આઉટફિટ્સ. તેમની કિંમત 5,999 રૂપિયા છે.

HMD ફ્યુઝનમાં 6.56 ઇંચની HD+ HID ડિસ્પ્લે આપેલી છે. તેનો રિફ્રેશ રેટ 90Hz છે. તેમાં Snapdragon 4 Gen 2 પ્રોસેસર આપેલું છે. તેમાં 8GB રેમ અને 256GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. તેમાં વર્ચ્યુઅલ મેમરી વિસ્તરણની સુવિધા પણ છે.

HMD ફ્યુઝનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 108MP પ્રાથમિક કેમેરા છે. આ સિવાય 50MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં નાઈટ મોડ 3.0 જેસ્ટર આધારિત સેલ્ફી ફીચર આપેલું છે.

HMD ફ્યુઝનમાં યુઝર્સને ગેમિંગ આઉટફિટનો વિકલ્પ મળશે, જે યુઝર્સના ગેમિંગ અનુભવને બહેતર બનાવશે અને ગેમ પ્લે દરમિયાન નવા કંટ્રોલ પણ આપશે. Flashy outfitsમાં વપરાશકર્તાઓને ફોલ્ડેબલ RGB LED ફ્લેશ રિંગ લાઇટ મળે છે.

HMD ફ્યુઝનની અંદર રાઈટ ટુ રિપેર ફીચર ઉપલબ્ધ હશે. તેની મદદથી યુઝર્સ ડિસ્પ્લે, બેટરી અને ચાર્જિંગ પોર્ટ વગેરેને જાતે રિપેર કરી શકશે અને જરૂર પડ્યે તેને બદલી પણ શકશે. આ માટે યુઝર્સે સ્ક્રુ ડ્રાઈવરનો ઉપયોગ કરવો પડશે. કંપનીનું માનવું છે કે તેનાથી તે ફોનની લાઈફ વધી જશે.

Leave a Reply

error: Content is protected !!