ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગાંધીનગર કમલમ ખાતે નેતાઓ અને ભાજપના કાર્યકરો સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં સી આર પાટીલે ભાજપના નારાજ કાર્યકરો માટે એક તોડ કાઢ્યો હતો.
છેલ્લાં ઘણા સમયથી ભાજપના કાર્યકરો એ વાતથી નારાજ હતા કે કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી આવેલા લોકોને સીધા પદ મળી જતા હતા. હવે પાટીલે એવો નિયમ કર્યો છે કે વોર્ડ કે તાલુકા પ્રમુખની પસંદગી માટે ઓછમાં ઓછા 2 ટર્મ સુધી જોડાયેલા કાર્યકરોને જ ચાન્સ આપવામાં આવશે. કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓને ઉચ્ચ પદ નહીં મળે.
સાથે એવો પણ એક નિયમ બનાવાયો કે, વોર્ડ કે તાલુકા પ્રમુખ પદ માટે વધારમા વધારે વય મર્યાદા 40ની રહેશે. મતલબ કે 40 વર્ષની ઉપરની ઉંમરનાને વોર્ડ કે તાલુકા પ્રમુખ બનવાની તક નહીં મળે.