અદાણી ગ્રીન એનર્જિ ગ્રુપે અમેરિકના લાંચ કેસમાં મોટી ચોખવટ કરી છે. કંપનીએ કહ્યું કે, ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન સામે અમેરિકામા લાંચનો કોઇ આરોપ નથી. યુએસ ફોરેન કરપ્ટ પ્રેકટીસ એક્ટ (FCPA) હેઠળ ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનિત જૈન સામે લાંચ અંગેના મીડિયો અહેવાવો ખોટા છે.
અદાણી ગ્રુપે દેશના જાણીતા વકીલ મુકલ રોહતગીના આ કેસ લડવા માટે હાયર કર્યા છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમા કહ્યું કે, અમેરિકન તપાસમાં ગૌતમ અદાણીને ચાર્જશીટમાં આરોપી બનાવવામાં આવ્યા નથી. માત્ર એજ્યોર પાવરના એક્ઝિક્યુટીવ ડિરેકટર અને કેનેડિયન રોકાણકારનું જ નામ છે.
જો કે અધિકારીઓ અમેરિકામાં યુએસ સિક્યોરિટીઝ એન્ડ વાયર ફ્રોડ સંબંધિત કેસનો સામનો કરી રહ્યા છે.