fbpx

સુરતની સરકારી શાળાના આચાર્યને સસ્પેન્ડ કરી દેવાયો, કારણ ચોંકાવનારું છે

Spread the love

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એક આચાર્યને ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધો છે. અમરોલીના શાળા નંબર 285 કે જેને સ્નેહ-રશ્મી શાળા તરીકે ઓળખવામાં આવે છે એ શાળામાં સંજય પટેલ 10 વર્ષથી આચાર્ય હતો.

શાળામાં મંજૂરી લીધા વગર સંજય પટેલ 2023માં 33 વખત દુબઇ ગયો હતો. પગાર સરકારનો લેતા હતો અને ધંધો દુબઇ જઇને કરતો હતો. આ આખી વાત ત્યારે બહાર આવી જ્યારે રૂપિયાની લેવડ-દેવડમાં શાળાના આચાર્ય સંજય પટેલનું અપહરણ થયું અને માર મરાયો એ પછી સંજય પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારે આખો ભાંડો ફુટ્યો. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે, આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.બાળકોના ભવિષ્ય સાથે ચેડા કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવશે.

Leave a Reply

error: Content is protected !!