IPL 2025ની સિઝન 14 માર્ચ 2025થી શરૂ થવાની છે અને 25 મે 2025ના દિવસે ફાઇનલ મેચ રમાવવાની છે એ પહેલા UAEના જેદામાં થયેલા ઓક્શનમાં અનેક નવા રેકોર્ડ સ્થાપિત થયા હતા.IPLના મેગા ઓક્શનમાં કુલ 577 ખેલાડીઓ ભાગ લીધો હતો, જેમાંથી 182 ખેલાડીઓ વેચાયા હતા જ્યારે 395 ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા હતા મતલબ કે કોઇ પણ ટીમે આ ખેલાડીઓને ખરીદવામાં રસ નહોતો દાખવ્યો.
182 ખેલાડીઓમાંથી 62 ખેલાડીઓ વિદેશી છે. 10 ફ્રેન્ચાઇઝીઓએ કુલ639.15 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. રિષભ પંત સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. લખનૌ સુપર જાયન્ટસે તેને 27 કરોડ રૂપિયાં ખરીદ્યો હતો. શ્રેયસ ઐય્યરને પંજાબે 26.75 અને વ્યંકટેશ ઐય્યરને KKRએ 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
13 વર્ષના વૈભવ સુર્યવંશીને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામા ખરીદ્યો.IPLના ઇતિહાસમાં વૈભવ સૌથી નાની વયનો ક્રિકેટર બન્યો છે.