સુરતમાં ડુમસરોડની 2000 કરોડની જમીન કૌભાંડની તપાસ હજુ ચાલુ છે તેવામાં એક બીજું મોટું જમીન કૌભાંડ સામે આવ્યું છે. પુણા તાલુકાના મગોબ ગામની 7891 ચો.મીટર ગૌચર જમીનનો મોટો વહીવટ સંસ્થાના પદાધિકારીઓ અને જમીન માફીયાઓએ કરી નાંખ્યો છે. આ જમીન મગોબ ગામ સમસ્તના નામે છે.
મગોબ ગામ સમસ્તના વહીવટકર્તા રાજેન્દ્ર પ્રતાપસિંહે ગોહીલ અને સંસ્થાના અન્ય 5 લોકોએ એક નકલી ઠરાવ ઉભો કરીને 1.70 કરોડ રૂપિયા સ્ટેમ્પ ભરી 24 કરોડનો દસ્તાવે બનાવી દીધો હતો. આ જમીન કેતન ગોહિલ અને મહેશ બારોટને વેચી દેવામાં આવી હતી.
સંસ્થાના વહીવટકર્તાઓ જાણતા હતા કે અહીં ટી.પી. બનશે પછી જમીનના ભાવો ભડકે બળશે એ પહેલા સંસ્થાની ગૌચરની જમીન વેચવાનો ખેલ પાડી દેવામાં આવ્યો હતો.