
સાબરકાંઠા જિલ્લાના ભાજપના કાર્યકર ભૂપેન્દ્ર ઝાલાની પોન્ઝી સ્કીમ કેસમાં અનેક ચોંકાવનારી વાત સામે આવી રહી છે. ખેડુતો, ડોકટરો અને નિવૃત શિક્ષકો તો આ લોભામણી સ્કીમમાં ફસાયા જ છે, પરંતુ ટીમ ઇન્ડિયાના 5 ખેલાડીઓએ પણ લાખો રૂપિયાની રકમ ઝાલાની સ્કીમમાં લગાવી હોવાની વાત સામે આવી છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલમાં કહેવાયું છે કે, શુભમન ગિલ, રોહિત તેવતિયા,મોહિત શર્મા, સાંઇ સુંદર સહિત 5 ક્રિકેટકોએ 10 લાખ રૂપિયાથી માંડીને 1 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરેલું છે. જો કે, આ ખેલાડીઓએ વ્હાઇટની એન્ટ્રીથી રોકાણ કરેલું છે.
પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે બોલિવુડ અભિનેતા સોનુ સૂદે પણ રોકાણ કરેલું છે કે નહીં? કારણકે, સોનુ સૂદે મુંબઇમાં એક સમારંભમાં ભુપેન્દ્ર ઝાલાને એવોર્ડ આપ્યો હતો.
