fbpx

અમદાવાદમાં બેફામ ભાડુ વસુલતા રીક્ષાચાલકો પર લગામ લાગશે

Spread the love

અમદાવાદમાં બેફામ ભાડુ વસુલતા અને મીટર પર પેસેન્જરનો નહીં લઇ જતા રીક્ષાચાલકો પર પોલીસે લગામ કસી છે. 1 જાન્યુઆરી 2025થી અમદાવાદમાં દરેક રીક્ષાચાલકોએ તેમની રીક્ષામાં મીટર ફરજિયાત લગાવવા પડશે અન નિયત ભાડું જ વસુલવું પડશે. મીટર વગર રીક્ષા ચલાવતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી અને દંડ વસુલવામાં આવશે.

અમદાવાદના પોલીસ કમિશ્નર જી એસ મલિકે એક કાર્યક્રમમાં કહ્યુ હતું કે, અમદાવાદના રીક્ષાચાલકો મીટર ચાલું નથી રાખતા અને લોકો પાસે મનફાવે તે રીતે ભાડું વસુલે છે એવી વ્યાપક ફરિયાદ મળી હતી. એટલે હવે મીટર ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં લગભગ 2.50 લાખ જેટલી રીક્ષાઓ રસ્તા પર દોડે છે અને મીનીમમ ભાડું 20 રૂપિયા છે.

error: Content is protected !!