fbpx

ભાજપમાં વોર્ડ પ્રમુખ- તાલુકા પ્રમુખની પ્રક્રિયા પર અચાનક બ્રેક કેમ?

Spread the love

ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય તે પહેલા સંગઠનની રચનાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે જિલ્લા- તાલુકાઓમાં વોર્ડ પ્રમુખની નિમણુંક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરંતુ અચાનક જ ભાજપના દિલ્હી હાઇકમાન્ડે પ્રક્રિયા તાત્કાલિક અટકાવી દીધી છે.

છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાત ભાજપ સંગઠનમાં ભડકો થયો છે, કારણકે વોર્ડ પ્રમુખ બનવા માટેના જે નિયમો જારી કરવામાં આવ્યા છે તેનાથી કાર્યકરોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ભાજપે વોર્ડ પ્રમુખ માટે નિયમ બનાવ્યા છે કે 40 વર્ષની ઉપરના પ્રમુખ માટે ફોર્મ નહીં ભરી શકે અને બે ટર્મથી ભાજપમાં સક્રીય હોવા જોઇએ.

હવે હાઇકમાન્જ નવા નિયમો બનાવશે અને સંભવિત વોર્ડ પ્રમુખ માટેની વય મર્યાદા 50થી 60 વર્ષ નક્કી કરવામાં આવી શકે છે. પરંતુ અત્યારે વોર્ડ પ્રમુખની પ્રોસેસ અટકાવી દેવમાં આવી છે.

error: Content is protected !!