
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસી પોલિટિક્સનું સેન્ટર બની ગયા છે. દેવેન્દ્ર ફડણવીલની નજર હવે BMCની ચૂંટણી પર છે અને આ ચૂંટણી જીતવા અને ઉદ્ધવ ઠાકરેને વધારે કમજોર કરવા માટે ફડણવીસે એક નવો દાવ માંડ્યો છે.
BMC દેશની સૌથી સમૃદ્ધ મહાનગર પાલિકા કહેવાય છે અને તેનું 60,000 કરોડનું બજેટ છે. કોર્ટમાં કેસને કારણે 3 વર્ષથી BMCની ચૂંટણી થઇ નથી.
ફડણવીસે તાજેતરમા કહ્યું કે, BMCની ચૂંટણીમાં અમે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છીએ. ભલે વિધાનસભામાં રાજ ઠાકરેની પાર્ટીનો એક પણ ઉમેદવાર ન જીત્યો હોય, પરંતુ તેમણે સારા મતો મેળવ્યા હતા.
ઉદ્ધવે જ્યારે BMCની ચૂંટણી એકલા હાથે લડવાની વાત કરી છે ત્યારે જો રાજ ઠાકરે સાથે ગઠબંધન થશે તો ઉદ્ધવના વોટ કપાશે.
