
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સત્તાધાર ગામમા આપા ગીગાનું મંદિર આવેલું છે. આ મંદિરના મહંત અને ટ્રસ્ટા તરીકે વિજય બાપુ 20 વર્ષથી વહીવટ કરી રહ્યા છે. હવે આ વિજય બાપુના સગા મોટા ભાઇ નીતિન ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીન ગંભીર આરોપો લગાવ્યા છે.
ચાવડાએ પત્રમાં પોતાના સગા નાનાભાઇ વિજય બાપુ સામે આરોપ લગાવતા કહ્યું છે કે, આપા ગીગા મંદિરની પોતાની 1200-1300 વીઘા જમીન છે અને ધર્માદા અને ગાયના દુધથી કરોડોની આવક થાય છે. જે વિજય બાપુ ગેરમાર્ગે વાપરી રહ્યા છે. મંદિરમાં રહેતા ગીતાબેન સાથે તેને પ્રેમસંબંધ છે અને ગીતા બ્લેકમેલ કરીને કરોડો રૂપિયા લઇ છે.
મંદીરમાં તાકીદે વહીવટદાર નિમવામાં આવે એવી નીતિન ચાવડાએ માંગ કરી છે.
