fbpx

પ્રાંતિજ નિલકંઠ સોસાયટી માંથી પપ્પીંગ ના સામાન ની ચોરી

Spread the love

પ્રાંતિજ નિલકંઠ સોસાયટી માંથી પપ્પીંગ ના સામાન ની ચોરી
–  પ્રાંતિજ મા રાત્રી દરમ્યાન તસ્કરો સક્રિય
– મકાન નુ કામ ચાલુ હોય મકાન ના ઉપલ્લા માળે થી તસ્કરો પપ્પીંગ નો સામાન ચોરી ગયા
       


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે જાણે તસ્કરો ને ફાવટ આવી હોય એમ એક પછી એક સોસાયટીઓ ને નિશાન બનાવતા જાય છે અને રાત્રી દરમ્યાન બંધ મકાન તોડી ને જે કોઇ સરસામાન હાથમા આવે તે ચોરી કરી પલાયન થતા હોય છે ત્યારે પ્રાંતિજ રાવળ વાસ વિસ્તાર મા આવેલ નિલકંઠ સોસાયટી મા એક મકાન નુ કામ ચાલુ હોય મકાન માંથી પપ્પીંગ નો અંદાજે ૨૦,૦૦૦ ની આસપાસ ચોરી કરી લઈ જતા મકાન માલિક દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી


  પ્રાંતિજ ખાતે તસ્કરોને જાણે હાલતો પ્રાંતિજ પોલીસ નો ડર ના હોય તેમ એક પછી એક સોસાયટીઓને નિશાન બનાવી રહ્યા છે અને બંધ મકાન મા ધુસી સરસામાન વેરવિખેર કરી સોના-ચાંદી ના દાગીના રોકડ રકમ સહિત તાબા ના વાસણો ની ચોરી કરી રહ્યા છે ત્યારે પ્રાંતિજ ની નિલકંઠ સોસાયટી મા વિપુલભાઈ વિનુભાઇ ભોઇ કે જેવાના મકાન મા હાલ પીઓપી તથા પપ્પીંગ નુ કામ ચાલી રહ્યુ છે જેમા તસ્કરો અંદાજે ૨૦,૦૦૦ ની આસપાસ નો પપ્પીંગ નો સામાન  ડાયવટર અને મીચર સહિત નો સામાન ચોરી કરી જતા મકાન માલિક બીજા દિવસે મકાન ની સાઈડ ઉપર આવતા ખબર પડી હતી અને આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસ ને કરી હતી ત્યારે હાલતો તસ્કરો કડકડતી ઠંડી ને લઈ ને સક્રિય થયા છે ત્યારે પ્રાંતિજ પોલીસ પણ તેટલીજ સક્રિય થઈ ને રાત્રીનો પોલીસ પેટ્રોલિંગ મજબૂત કરવામા આવે તેવી માંગ પણ વિવિધ સોસાયટીઓના રહીશો દ્રારા ઉઠવા પામી છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!