યૂટયૂબ પર 20-20 કલાક મહેનત કરીને ગરીબ પરિવારનો છોકરો જજ બની ગયો

Spread the love

બિહાર પબ્લિક કમિશનની 32મી ન્યાયિક પરીક્ષાનું ફાઇનલ પરિણામ જાહેર થયું, જેમાં બિહારના ઔરંગાબાદના શિવગંજમાં રહેતો એક ગરીબ પરિવારનો છોકરો પહેલાં જ પ્રયાસે જજ બની ગયો છે.

આદર્શ કુમાર સાવ પરિવારની આર્થિ સ્થિતિ સારી ન હોવા છતા સફળ થયો છે. તે 20-20 કલાક યૂટયૂબ પર મહેનત કરતો હતો. તેના પિતા બિહારમાં ઇંડાની લારી ચલાવે છે અને માતા મજૂરી કામ કરે છે. આદર્શના નાના ભાઇએ મોટા ભાઇને ભણાવવા ટયુશન કરાવ્યા અને પૈસા ભેગા કરીને મદદ કરી. માતાએ દીકરાને ભણાવવા લોન લીધેલી, પરંતુ પરિવારમાં કોઇને જાણ નહોતી કરી.

આદર્શ કુમારે કહ્યુ કે, મારા માટે મારા માતા પિતા ભગવાન સમાન છે, તેમણે જે મહેનત કરી તેને કારણે આજે હું આ સફળતા હાંસલ કરી શક્યો છું.

error: Content is protected !!