સાંસદ હોય તો આવા હોવા જોઈએ
સાબરકાંઠા-અરવલ્લી રેલ્વે ના લોકહિત ના પ્રશ્નોને લઈ સાંસદ ની કેન્દ્રીય મંત્રી ને રજુઆત
– બન્ને જિલ્લા ને લગતા રેલ્વે ના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી
– લેખિત તથા મૌખિક રજુઆત કરવામા આવી
– સાંસદ ની બન્ને જિલ્લા માટેની એક પછી એક લોકહિત રજુઆતો
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા બન્ને જિલ્લા ના રેલ્વે ના લોકહિત ના પ્રશ્નોને લઈ ને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે લેખિત તથા મૌખિક રજુઆત કરી


સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જ્યારથી બન્ને જિલ્લા ના લોકોએ તેમને ટોપલો ભરીને મત આપી ને લોકસભા મોકલ્યા છે ત્યારથી જ તેવોએ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ના લોકો ના લોકહિત ના પ્રશ્નોને એક પછી એક વર્ષો જુના પ્રશ્નોનો અંત લાવ્યા છે અને તેવોની ધારદાર સાચી સચોટ લોકહિત ની રજૂઆતો ને લઈ ને તેવોને એક પછી એક લોકહિત ના કિમા સફળતા મળી રહી છે અને લોકહિત ના વર્ષો જુના પ્રશ્નો કે નવા પ્રશ્નો નુ ઝડપથી નિરાકરણ આવતુ હોય છે ત્યારે સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા રેલ્વે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ને મળી તેવોએ બન્ને જિલ્લાના પ્રશ્નો અંગે લેખિત તથા મૌખિક મા ચર્ચાઓ કરી હતી જેમા હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી જે કામ ચાલી રહ્યું છે તેને ૨૨ કિમી લંબાવીને ખેડબ્રહ્માથી હડાદ સુધી જોડવામાં આવે તો યાત્રાળુઓને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સુધી પહોંચવામાં અનુકૂળતા રહે અને આ જોડાણ થી પોશિના,વિજયનગર,ખેડબ્રહ્મા સહિતના ટ્રાઈબલ તાલુકાના નાગરિકોનું રેલના માધ્યમથી સીધું જોડાણ દેશની રાજધાની દિલ્હી,મુંબઈ અને અમદાવાદ સાથે થશે તો ઉદયપુર થી અમદાવાદ સુધી વિદ્યુતીકરણનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે જેનું નિરીક્ષણ કર્યા બાદ દિલ્હીથી અજમેર, ઉદેપુર, હિંમતનગર અને અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવા માટે પણ સાંસદ દ્વારા રજૂઆત કરવામાં આવી જયારે મુંબઈ થી સુરત,વડોદરા, અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, અજમેર, જયપુર અને દિલ્હી માટે નવી સુપર ફાસ્ટ ટ્રેનો શરૂ કરવા અંગે રેલ્વે મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી અને અમદાવાદ થી હિંમતનગર માટે દરરોજ સવાર-સાંજ નવી પેસેન્જર ટ્રેન શરૂ કરવાની પણ રજૂઆત કરી હતી તો સાંસદ ની એક પછી એક લોકહિત માટેની રજૂઆતો ને લઈ ને સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા મા લોકપ્રિય બનવાની સાથે લોકપ્રિયતા પણ મેળવી રહ્યા છે ત્યારે સાંસદ હોય તો આવા હોવા જોઈએ તેમ કહીએ તો નવાઇ નહી
જીલ રાવલ પ્રાંતિજ
