
ગુજરાતના કચ્છમાં તાજેતરમાં નકલી EDની ટીમ પકડાઇ એ બાબતે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે અને સોશિયલ મીડિયા પર ભાજપ અને આમ આદમી પાર્ટીનું વોર ચાલી રહ્યું છે.
શુક્રવારે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ X પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું. EDની નકલી ટીમનો કેપ્ટન આમ આદમી પાર્ટીનો નેતા નિકળ્યો.
આ પછી AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પણ X પ્લેટફોર્મ પર લખ્યું કે, હવે જંગ છેડાઇ ગઇ છે અને લાંબી ચાલશે. ગઢવીએ તસ્વીર શેર કરીને લખ્યું કે, તમારા સાંસદ સાથે નકલી EDના ફોટા સામે આવ્યા છે હવે જવાબ આપો કે તમારા સાંસદ સાથે એને શું સંબંધ છે?
AAP નેતા ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને આ મુદ્દા પર જાહેરમાં ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો.
