રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગીતા જયંતિની અનોખી ઉજવણી

Spread the love

રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ, અંકલેશ્વર ખાતે ગીતા જયંતિ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને હાલમાં મૂંઝવતા પ્રશ્નો જેવા કે ડિપ્રેશન, હતાશા, મનની વધુ પડતી ચંચળતા, વ્યસન, ફેશન અને કુટેવો જેવી તમામ સમસ્યાઓનું સચોટ માર્ગદર્શન કરતો ગ્રંથ એટલે શ્રીમદ્ ભગવદ ગીતા.

કાર્યક્રમની શરૂઆત શ્રીમદ ભગવદ્ ગીતાના પૂજન તથા ભજન-કીર્તન દ્વારા કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્નાષ્ટકમ તથા શ્રીમદ ભગવદ્ ગીતાના ૧૨માં અધ્યાય (ભક્તિ યોગ) અને ૧૫માં અધ્યાય (પુરુષોત્તમ યોગ) નું પારાયણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને ભગવદ્ અને ભાગવત અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. વર્ષ દરમિયાન પ્રાર્થનાસભામાં ગીતાના શ્લોકોનું પઠન કરાવવામાં આવે છે. સ્કૂલના શિક્ષકો અને આચાર્ય દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યું કે જીવન દરમ્યાન મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મળી રહે છે. આ સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતા અંગે વિસ્તૃત પ્રશ્નોત્તરી કરવામાં આવી.

આ સાથે તમામ શિક્ષકોએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અલગ-અલગ અધ્યાય ટૂકમાં સમજાવ્યા. બાળકોમાં નિષ્ઠા, સમર્પણ, સદાચાર, સુહૃદભાવ, માતા-પિતા અને ગુરુજનો પ્રત્યે અપાર સ્નેહ જેવા સદ્ ગુણો જાગ્રત થાય તે હેતુથી શાળામાં દરરોજ એક શ્લોકનું વિસ્તારથી અર્થ અનુસંધાન અને વિસ્તાર શિક્ષકો અને આચાર્ય દ્વારા સમજાવવામાં આવે છે. પ્રશંસનીય બાબત એ છે તમામ બાળકો પાસે પોતાની પોકેટ સાઈઝની શ્રીમદ્ ભગવદ્ ગીતા છે અને શાળાના મોટા ભાગના વિદ્યાર્થીઓને ભક્તિ યોગ, અધ્યાય ૧૨ અને પુરુષોત્તમ યોગ, અધ્યાય ૧૫ કંઠસ્થ છે. રંગ ઇન્ટરનેશનલ સ્કૂલનું વાતાવરણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકો શુધ્ધ ઉચ્ચારણ સાથે દરરોજ ગુંજતું થાય છે.

error: Content is protected !!