રાજકપૂરની 100મી જન્મ જયંતિ, અનેક ફિલ્મો ફ્લોપ ગઇ છતા હિંમત નહોતા હાર્યા

Spread the love

હિંદી ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા, ડિરેક્ટર, પ્રોડ્યુસર રાજ કપૂરની આજે 100મી જન્મજયંતિ છે. તેમનો જન્મ 14 ડિસેમ્બર 1924માં થયો હતો. રાજ કપૂર જ્યારે 24 વર્ષના હતા ત્યારે તેમણે સૌથી પહેલી આગ ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી, પરંતુ ફિલ્મ પાછળ એટલો ખર્ચ થઇ ગયો કે તેમની પાસે ચા પીવાના પણ પૈસા નહોતા બચ્યા. એવું કહેવાય છે કે તે વખતે તેમણે પોતાના નોકર પાસેથી ઉછીના પૈસા લીધા હતા.

રાજકપૂર ભલે આજે દુનિયામાં નથી, પરંતુ કરોડા ચાહકોના દીલમાં તેઓ રાજ કરે છે. 1952 તેમની આવારા ફિલ્મે તેમને ઉંચાઇએ પહોંચાડ્યા, પરતું 1972માં બનેલી મેરા નામ જોકર એટલી ખરાબ રીતે ફ્લોપ થઇ ગઇ કે તેમના માથે દેવું થઇ ગયું અને એ ભરપાઇ કરવા પત્નીના ઘરેણાં ગિરવે મુકેલા.

બોબી ફિલ્મ હીટ ગયા પછી રાજકપૂરનો સિતારો આસમાન પર હતો.

error: Content is protected !!