
કોકા-કોલા ઇન્ડિયા માટે બોટલ બનાવનારી હિંદુસ્તાન કોકા-કોલા બેવરેજીસનો 40 ટકા હિસ્સો ભારતની જુબિલંટ ભરતિયા કંપનીએ ખરીદી લીધો છે. લગભગ 12,500 કરોડ રૂપિયામાં ડીલ થઇ હોવાનું જાણવા મળ્યું છે. ભરતિયા પરિવાર 5,000 કરોડ આપશે અને લોન પેટે બાકીની રકમ Goldman Sachs કંપની આપશે.
જુબિલંટ ભરતિયા ગ્રુપનું હેડક્વાર્ટર નોઇડામાં છે અને આ કંપની શ્યામ સુંદર ભરતિયા અને હરિ ભરતિયાએ શરૂ કરી હતી. કંપની ફાર્મા, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, લાઇફ સાઇન્સ, એગ્રીકલ્ચર પ્રોડક્ટસ, પોલીમર્સ, ફુડ સર્વિસ, ફુડ, ઓટો, ઓરોસ્પેસ અને ઓઇલ ફીલ્ડ કંપનીઓ માટે કન્સલ્ટન્સીનું કામ કરે છે.ડોમિનોઝ પિત્ઝા અને ડંકિન નટ્સ જુબિલંટ ભરતિયા કંપનીની છે. શ્યામ સુંદર ભરતિયા અને હરિ ભરતિયાના પિતા કોલક્તાના રોલેક્ષ ઘડિયાળના મોટા વેપારી હતા અને પિતાએ બંનેને ફંડ આપેલું.
