
લોકસભામાં અત્યારે શિયાળુ સત્ર ચાલે છે અને ગઇ કાલથી બંધારણ પર ચર્ચા ચાલી રહી છે. શુક્રવારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી બોલ્યા પછી શનિવારે રાહુલ ગાંધી બોલ્યા હતા. તેમણે મનુસ્મૃતિ, સાવરકર, એકલવ્યની સ્ટોરી જેવા મુદ્દાઓ પર ભાજપ સરકરાને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
રાહુલે કહ્યું કે, સાવરકરે એવું કહેલું તે ભારતીય બંધારણમાં ભારતીય જેવું કશું છે જ નહી, તેના બદલી મનુસ્મૃતિમાં જે લખેલું છે તે પ્રમાણે દેશ ચાલવો જોઇએ. રાહુલે કહ્યું કે, ભાજપ વાળા નક્કી કરે કે, તમે બંધારણમાં માનો છો કે મનુસ્મૃતિમાં?
એકલવ્ય અને દ્રોણાચાર્યની સ્ટોરી સંભળાવીને રાહુલે કહ્યુ કે, ભાજપ પણ આજે યુવાનોના અંગુઠા કાપીને કૌશલ્ય ખતમ કરી રહી છે.
