આઇશર ચાલકે બાળકીને અડફેટે લેતા બાળકીનુ મોત
પ્રાંતિજ ના કરોલ ખાતે આઇશર ની ટક્કર થી બાળકીનુ મોત
– બાળકીને શરીરે જીવલેણ ઇજાઓ પોહચતા ધટના સ્થળેજ કર્મકમાટી ભર્યુ મોત નિપજ્યુ
– મજરા-તલોદ રોડ કરોલ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના કરોલ સ્ટેન્ડ પાસે રોડ કોસ કરી રહેલ બાળકી ને આઇશર ચાલકે ટક્કર મારતા શરીરે જીવલેણ ઇજાઓ પોહચતા બાળકીનુ મોત નિપજ્યુ
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના કરોલ ગામના સ્ટેન્ડ પાસે મજરા-તલોદ રોડ ઉપર આઇશર ચાલક જી.જે.૧૮ બી.વી ૧૭૦૫ નો ચાલક પોતાના કબજા ની આઇશર ફુલફાસ્ટ પુર ઝડપે અને બેદરકારી રીતે હંકારી લઈ આવી મંદિર એ થી દર્શન કરી ધરે જવા રોડ કોસ કરતી દશ વર્ષ ની બાળકી સિધ્ધી ને ટક્કર મારી ઉપર થી આઇશર કાઢી નાખી શરીરે વતા ઓછી ઈજાઓ કરી ધટના સ્થળેજ સીધ્ધી રણજીતસિંહ બાબુસિંહ મકવાણા મોત નિપજયુ હતુ તો આઇશર ચાલક આઇશર મુકીને નાસી ગયો હતો તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા જયપાલ સિંહ અજમેલસિંહ મકવાણા રહે કરોલ તા.પ્રાંતિજ જિ સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૨૮૧,૧૦૬(૧)તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪ મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ.કોન્સ્ટેબલ અમૃતભાઇ ભગાભાઇ દ્રારા હાથ ધરવામા આવી હતી
જીલ રાવલ પ્રાંતિજ
