સંસદ મા જિલ્લાના લોકોને પડતી સમસ્યાઓ ને લઈ ને સાંસદ ની રજુઆત
– નેશનલ હાઇવે ને લઈ ને પ્રધાન મંત્રી તથા પરિવહન મંત્રી નો આભાર પણ વ્યક્ત કર્યો
– રસુલપુર , પીપલોદી , ગદાદર કંપા અંડર પાસ મંજુર કરવા રજુઆત
– બનેલ બ્રીજ પાસે સર્વિસ રોડ ઉપર આર.સી. સી રોડ બનાવવા રજુઆત
સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા નેશનલ હાઇવે-૪૮ ને લઈ ને પ્રધાન મંત્રી તથા પરિવહન મંત્રી નો આભાર માન્યો તો હિંમતનગર મા ગેસ લાઇન , ગટર લાઇન , પાણી ની લાઈન રોડ તોડવો ન પડે માટે યોગ્ય વ્યવસ્થા કરવા રજુઆત તથા રસુલપુર , પીપલોદી અને ગદાદર કંપા અંડર પાસ મંજુર કરવા તથા બ્રીજ પાસે સર્વિસ રોડ આર.સી.સી બનાવવા સંસદ મા રજુઆત


હાલ સંસદ ચાલુ હોય અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ના લોકો ના વર્ષોજુના પ્રશ્નો કે નવા પ્રશ્નો સમસ્યાઓને લઈ ને સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા એક પછી એક બોલે છગ્ગો મારી ને રજુઆત કરતા બન્ને જિલ્લા ના લોકો ના પ્રશ્ન લક્ષી રજુઆતોને લઈ ને ખુશી જોવા મળી રહી છે તો નેશનલ હાઇવે-૪૮ ને પૂર્ણ કરવા માટે સરકાર દ્રારા ૪૫૪ કરોડ જેટલી માતબર રકમ ફાળવી તે બદલ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા પરિવહન મંત્રી નીતિન ભાઇ ગડકરી નો આભાર વ્યક્ત કર્યો હતો તો સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર નગરપાલિકા વિસ્તાર મા નેશનલ હાઇવે-૪૮ મા પ્રસાર થતી વિજ લાઇન , પાણી લાઇન , ગટર લાઇન , ગેસ લાઇન માટે વારંવાર રોડ તોડવો પડે છે અને સરકાર ના પૈસા નો દુર ઉપયોગ થતો હોય અને હાલકામ ચાલુ હોય જે યોગ્ય રીતે વ્યવસ્થા કરવામા આવે તેવી રજૂઆત કરવામા આવી હતી અને પ્રાંતિજ તાલુકા ના રસુલપુર , હિંમતનગર તાલુકાના પીપલોદી અને ભિલોડા તાલુકાના ગદાદર કંપા પાસે પણ અંડર પાસ બનાવવા માંગ કરી હતી અને જયા હાલ બ્રીજ બન્યા છે તેની પાસે સર્વિસ રોડ ઉપર વરસાદ ના પાણીના કારણે તૂટી જાય છે જેને લઈ ને આર.સી.સી રોડ બનાવવા મા આવે તે માટે પણ રજૂઆત કરવામા આવી હતી
જીલ રાવલ પ્રાંતિજ
