ત્રિદ્રિવસ્ય કાર્યક્રમ યોજાયો
પ્રાંતિજ ના સોનાસણ ખાતે બાવન સો પરગણા વણકર સમાજ બાવન ગામોનો ભવ્ય સમારંભ યોજાયો
- શિક્ષિત , પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ ગામ સોનાસણ ખાતે કાર્યક્રમ યોજાયો
- પ્રાંતિજ-તલોદ હિંમતનગર સહિત ના સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા
- ચાલ્લા પ્રથા સતંદર બંધ કરવામા આવી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સોનાસણ ખાતે બાવન સો પરગણા વણકર સમાજ બાવન ગામોનો ત્રિદ્રિવસ્ય ભવ્ય સમારંભ યોજાયો હતો જેમા પ્રાંતિજ-તલોદ હિંમતનગર સહિત ના સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા


પ્રાંતિજ ના સોનાસણ ખાતે આવેલ જૂની પ્રાથમિક શાળાના પટાંગણમાં બાવન સો પરગણા વણકર સમાજ બાવન ગામોનો ત્રણ દિવસીય કાર્યક્રમ યોજાયો હતો જેમા સમસ્ત સમાજ શ્રેષ્ઠિઓ અને સમાજ બંધુઓની ઉપસ્થિતિમાં અનેકવિધ સુધારાઓ સાથે આ સમારંભ યોજાયો હતો જેમાં સમાજના બંધારણમાં ક્રાંતિકારી પરિવર્તન કરવામાં આવ્યા જેમાં મુખ્યત્વે ચાંલ્લા પ્રથા સદંતર બંધ કરવામાં આવી , સગાઈની વિધિ સદાય પૂર્વક કરવી , લગ્ન સમારંભોને પણ કરકસર પૂર્વક કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો તો શ્રીમંત માં માત્ર પાંચ દાગીના જ આપવા જેવા સુધારાઓ કરવામાં આવ્યા સમાજના સન્માનનીય વડીલો , બુદ્ધિજીવીઓ , પ્રતિભાશાળી યુવાનો વગેરે ખૂબ જ રસ પૂર્વક આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા ત્રણ દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં યજમાન સોનાસણ ગામે અભૂતપૂર્વ આયોજન કરીને લોક હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને ઉપસ્થિત લોકોએ મુક્ત કંઠે એની પ્રશંસા કરી હતી સમાજના કેટલાક વિવાદાસ્પદ પ્રશ્નોને પણ હલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો ભવિષ્યમાં આવા પ્રશ્નો ન થાય એ માટે પણ કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે સર્વ સંમતિથી અને અમલ થાય અને સમાજ વિચારશીલ અને પ્રગતિશીલ બને એ માટે સૌ સહભાગી બનવા સંમત થયા અને સમગ્ર ત્રિદ્રિવસ્ય કાર્યક્રમ સોનાસણ ના યજમાન પદે યોજાયો હતો તો સમગ્ર બાવન પરગણા વણકર સમાજના નેતૃત્વ અને માર્ગદર્શન પ્રમાણે ૧૪ સભ્યોની કાર્યકારી કમિટી અને ૩૫ સભ્યોની બંધારણ સમિતિ દ્વારા સમગ્ર પંચનું સંચાલન કરવામાં આવ્યું
જીલ રાવલ પ્રાંતિજ
