fbpx

વિદેશી કંપનીઓ હવે ગારમેન્ટ માટે બાંગ્લાદેશને બદલે સુરત પર નજર રાખી રહી છે

Spread the love

બાંગ્લાદેશમાંથી કપડા ખરીદતી વિદેશી અને સ્થાનિક બ્રાન્ડ હવે બાંગ્લાદેશની અસ્થિરતાને કારણે ભારત પર નજર દોડાવી રહી છે. ખાસ કરીને સુરતના ગારમેન્ટ ઉદ્યોગ સાથે ગારમેન્ટની બ્રાન્ડેડ કંપનીઓ ડીલ કરવા માટે તૈયાર છે. જો કે આ સિવાય તમિલનાડુ, પંજાબ અને નોઇડાને પણ ફાયદો મળી રહ્યો છે.

ચીન પછી બીજા નંબરનો સૌથી મોટો ગારમેન્ટ નિકાસકાર દેશ બાંગ્લાદેશને મોટો ફટકો પડ્યો છે, વિદેશી કંપનીઓ હવે સુરતના ફેબ્રિક ખરીદી રહી છે.

ગારમેન્ટ ઉદ્યોગકારોનું કહેવું છે કે, સુરતમાં એટલી બધી ઇન્કવાયરી આવી રહી છે કે એક વર્ષમાં ગારમેન્ટ ઉદ્યોગનો બિઝનેસ બમણો થઇ જશે.

સુરતમાં ઇથનિક વેર, કુર્તી,ડેનિમ અને સસ્તા ભાવના વુમન્સ વેર બને છે. સુરત મેન મેઇડ ફાઇબરનું સેન્ટર છે અને મહિને 600 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે.

error: Content is protected !!