
મુકેશ અંબાણીએ એક મહિલાને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મોટી જવાબદારી સોંપી છે. પહેલીવાર એવું બન્યું કે અંબાણી પરિવારની બહારની કોઇ વ્યકિતને મોટો હોદ્દો મળ્યો હોય. મુકેશ અંબાણીએ જાતે આ મહિલાની એપોઇન્ટમેન્ટ કરી છે.સોશિયલ મીડિયામાં લોકો મુકેશ અંબાણીના વખાણ કરી રહ્યા છે.
રિલાયન્સમાં મોટું પદ મેળવનાર મહિલાનું નામ છે ઇરા બ્રિન્દ્રા જે 47 વર્ષની છે અને અમેરિકાની મેડટ્રોનિકમાં તે HR હેડ અને વાઇસ પ્રેસિડન્ટની પોસ્ટ પર હતી. એ સિવાય અનેક મોટી કંપનીઓમાં ઇરા કામ કરી ચૂકી છે.
રિલાયન્સમાં તેને પીપુલ લીડરશીપ એન્ડ ટેલેન્ટના નવા ગ્રુપ પ્રેસિડન્ટની જવાબદારી મળી છે. ઇરા પોતે આકાશ અંબાણી, ઇશા, અનંત અંબાણી સાથે કામ કરશે.
ઇરા દિલ્હીમાં લેડી શ્રીરામ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઇ હતી અને નેધરલેન્ડમાં તેણે MBA કર્યું હતું.
