અમદાવાદમાં ભાજપના 2 ફાડચા પડશે, બે પ્રમુખ બનાવાશે

Spread the love

ગુજરાત ભાજપના સંગઠનમાં આ વખતે મોટા પાયે ફેરફારો થવાના એંધાણ છે અને હવે એવું જાણવા મળ્યું છે કે ભાજપ અમદાવાદમાં ભૌગોલિક વિસ્તારને આધારે વિભાજન કરશે. જેમાં કર્ણાવતી પશ્ચિમ અને કર્ણાવતી પૂર્વ એમ હશે. આ બંને વિસ્તારોમાં  બે શહેર પ્રમુખ બનશે. અમદાવાદ પછી સુરતમાં પણ આ પ્રમાણે 2 વિભાગ પાડીને 2 પ્રમુખ બનાવાશે. એક પાટીદાર અને બીજો પરપ્રાંતીય વિસ્તાર.

અમદાવમાદમાં વિભાજન કરવા પાછળનું કારણ એવું છે કે ભાજપના કાર્યકરોનો વ્યાપ ખુબ વિશાળ બની ગયો છે અને બધા કાર્યકરો એવી અપેક્ષા રાખતા હોય છે કે, તેમને પણ કોઇ હોદ્દો મળે. 2 પ્રમુખ બનવાને કારણે નવા મહામંત્રી, ખજાનચી પણ બનશે એટલે નવા કાર્યકરોને તક મળશે. ભાજપમાં સંગઠનું માળખું જાહેર થાય તે પહેલાં જ વિભાજન થઇ જશે.

error: Content is protected !!