
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડમાં પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે, હવે આઠમી આરોપી અને ખ્યાતિ હોસ્પિટલની ડિરેક્ટર- ભાગીદાર રાજશ્રી કોઠારી પણ પોલીસના સંકજામાં આવી ગઇ છે. હવે માત્ર મુખ્ય ખેલાડી અને ખ્યાતિ હોસ્પિટલનો માલિક ડો.કાર્તિક પટેલ હજુ પકડાયો નથી.
પોલીસે કહ્યું કે, રાજશ્રી પોલીસની ધરપકડથી બચવા માટે એક મહિનાથી ફરાર હતી અને ખાનગી ટ્રાવેલ્સની બસમાં રખડયા કરતી હતી. પોલીસે ગઇ કાલે રાજસ્થાનના કોટાથી પકડી લીધી હતી.
રાજશ્રીએ કોર્ટાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
રાજશ્રી કોઠારી ખ્યાતિમાં 3.6 ટકાની ભાગીદાર છે. પોલીસ ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડમાં રાજશ્રીનો શું રોલ હતો તેની તપાસ કરશે. ડો. કાર્તિક વિદેશ ભાગી ગયો હોવાની પોલીસને શંકા છે.
