fbpx

પ્રાંતિજ ના બાલીસણા  ખાતે  સર્જન ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો

Spread the love

પ્રાંતિજ ના બાલીસણા  ખાતે  સર્જન ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો
– વર્ષ નો  ૯ મો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો
– બાલીસણા ગામ  સહિત આજુબાજુ માંથી ૬૨૫ દર્દીઓએ લાભ લીધો
– ૩૩૮ વ્યક્તિઓએ રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાંઆવ્યું
– ૯૮  દર્દીઓનું મફત ઓપરેશન કરી આપવામાં આવશે
           


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના બાલીસણા  ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષ નો ૯ મો  વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો જેમાં બાલીસણા  ગામ સહિત આજુબાજુમાં રહેતાં દર્દીઓએ  લાભ લીધો હતો


          પ્રાંતિજ ના બાલીસણા  ખાતે આવેલ પ્રકાશ હાઇસ્કુલ ખાતે સર્જન ફાઉન્ડેશન  આયોજિત વર્ષ નો ૯ મો  વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં બાલીસણા ગામ સહિત આજુ બાજુમાં રહેતાં ગોમામાથી કુલ- ૬૨૫ દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને ૩૩૮  વ્યક્તિ ઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જયારે ૯૮ દર્દીઓને ઇડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે મોતીયા તથા વેલ નુ વિનામુલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લાવવા લઇ જવા સુધી ની સગવડ પણ પુરી પાડવામાં આવશે તો સમગ્ર કેમ્પ નું સફળ આયોજન સંસ્થાનાં પ્રોજેકટ ઓફિસર અશોકભાઇ પરમાર  કરવામાં આવ્યું હતું તો કેમ્પ ને સફળબનાવવા માટે પ્રકાશ હાઇસ્કુલ સ્ટાફ તથા આંખ ના મદદનીશ ટીમ તેમજ સંસ્થા સ્ટાફ દ્વારા સહિયોગ પુરો પાડવામાં આવ્યો હતો

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!