
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી 26 ફેબ્રુઆરી 205 સુધી મહાકુંભ મેળાનું આયોજન થયું છે. આ મહાકુંભમાં 40 કરોડ લોકો,10થી વધારે દેશોના પ્રમુખો, 13 અખાડાના ધર્મગુરુ, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મંત્રીઓ આવશે.
RSS કોઇ પણ મોટી ઇવેન્ટને હિંદુત્વની ઇવેન્ટ બનાવી દે છે. ભાજપ હમેશા સત્તામાં બની રહે તેના માટે હિંદુઓને એક કરવા માટે RSS કામ કરતું રહે છે.
મહાકુંભમાં આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી કોણ PM બની શકે તેની પર ચર્ચા થઇ શકે છે. 2013માં મહાકુંભ વખતે જ નરેન્દ્ર મોદીનું નામ PM ફેસ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જો કે તે વખતે 2014માં લોકસભાની ચૂંટણી હતી.
RSS યોગી આદિત્યનાથને PMના ઉત્તરાધિકારી તરીકે માને છે, પરંતુ હવે લોકસભાની ચૂંટણી 2029માં થશે એટલે PM ફેસ તો ન જાહેર થશે, પરંતુ યોગીના નામનો પ્રસ્તાવ આવી શકે છે.
