fbpx

પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ સોસાયટી ઓમા તસ્કરો ત્રાટક્યા

Spread the love

પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ સોસાયટી ઓમા તસ્કરો ત્રાટક્યા
– લાભ સોસાયટી , ધનશ્યામ નગર સોસાયટી , શિવ રેસીડેન્સી સોસાયટી , અષ્ટ વિનાયક સોસાયટી સહિત ની સોસાયટીઓમા બુમાબુમ
– તસ્કરો આવ્યા ની બુમરાહ થી લોકો હાથમા લાકડીઓ , ડંડા , પાઇપ લઈ દોડી આવ્યા
– પુરુષો , મહિલાઓ બાળકો સહિત સોસાયટીમા રહેતા રહીશો ધર ની બહાર દોડી આવ્યા
– છેલ્લા કેટલાય દિવસોથી તસ્કરોએ આ વિસ્તાર ની સોસાયટીઓમા ધામા નાખ્યા છે
– આ વિસ્તાર માંથી તસ્કરોએ પાંચ થી વધુ મકાનોને નિશાન બનાવતા સોસાયટીઓના રહીશો ની ઉંઘ હરામ થઈ ગઈ છે
– તસ્કરો દ્રારા મોટા ભાગે બંધ મકાનોને નિશાન બનાવવામા આવ્યા છે
– તસ્કરો આયાની જાણ પ્રાંતિજ પોલીસ ને કરાતા પ્રાંતિજ પોલીસ  પણ સોસાયટી ઓમા દોડી આવી
– પ્રાંતિજ પોલીસ દ્રારા રાત્રી નો પોલીસ પેટ્રોલિંગ સધન કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે
       

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના એપ્રોચરોડ  ઉપરાંત અલગ અલગ જગ્યા એ છેલ્લા કેટલાય દિવસથી તસ્કરોના આટાફેરા જોવા મળ્યા . થોડા દિવસ અગાઉ આ રોડ પર તસ્કરો CCTV માં કેદ થયા હતા ત્યારે ગઈ કાલે રાત્રીના સમયે તસ્કરો આવતા સ્થાનિકો જાગી જતા તસ્કરો ભાગી ગયા હતા જોકે સ્થાનિકો એકઠા થયા હતા ને પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી

  પ્રાંતિજના એપ્રોચ રોડ પર આવેલીલાભ સોસાયટી, ધનશ્યામનગરસોસાયટી, શિવ રેસીડેન્સી સોસાયટી,અષ્ટ વિનાયક સોસાયટી સહિત ની સોસાયટી ઓમા મંગળવારે રાત્રીના તસ્કરો આવતા તે સમયે બુમાબુમ થઇ હતી ત્યાર બાદ સ્થાનિકો જાગી ગયા હતા અને સોસાયટીઓમાં એકઠા થયા હતા તસ્કરોને લઈને સ્થાનિકો લાકડીઓ , ડંડા , પાઇપ લઈ દોડીઆવ્યા હતા ત્યાર બાદ આજુબાજુ ના વિસ્તાર માં અને નજીક ના ખેતરો માં તપાસ કરી હતી આ ઘટના અંગે સ્થાનિકો પ્રાંતિજ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી સ્થાનિકો પાસે થી જાણકારી મેળવી હતી બીજીતરફ છેલ્લા કેટલાય દિવસથી તસ્કરોના આટાફેરા જોવા મળી રહ્યા છે અને તસ્કરો દ્રારા એક મહિના મા પાંચ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદી ના દાગીના રોકડ રકમ અને ધરમા રહેલ સર-સામાન તથા પપ્પીંગ ના સામાન ચોરી કરી લઈ ગયા છે જેને લઈ ને રાત્રી દરમ્યાન રહીશોને જાન માલ સહિત ચોરીનો ડર રહે છે ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ કડક કરવામાં આવે તે માંગ સાથે જરૂરી લાગી રહ્યું છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!