પ્રાંતિજ કચ્છ કડવા પાટીદાર સમાજ દ્રારા ફુટ ફેસ્ટિવલ નું આયોજન કરવામા આવ્યુ
– ૨૫ મી જાન્યુઆરી એ આયોજન કરી હિન્દુ સંસ્કૃતિ પરંપરા જાળવી રાખે છે
– છેલ્લા પાંચ વર્ષ થી ફુટ ફેસ્ટિવલ નુ આયોજન કરવામા આવે છે
– પ્રાંતિજ સહિત તાલુકામા રહેતા સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા
– સમાજ ના પરિવાર ના લોકોએ લાભ લીધો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે રહેતા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્રારા ફુટ ફેસ્ટિવલ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સમાજ ના પરિવારોના લોકોએ લાભ લીધો હતો
પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ અને હિન્દુ સંસ્કૃતિ ને પુરી તરાથી વળેલા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્રારા ૨૫ મી ડીસેમ્બર ના રોજ છેલ્લા પાંચ વર્ષ થી કાનમફાર્મ ખાતે ફુટ ફેસ્ટિવલ નુ આયોજન કરવામા આવે છે જેમા સમાજ ના પરિવાર ના લોકો દ્રારા ખાણીપીણી ના સ્ટોર ઉભા કરવામા આવે છે જેમા આ વર્ષેપણ દશ જેટલા સ્ટોર ઉભા કરવામા આવ્યા હતા જેમા પકોડી , સમોસા , કચોરી , દાબેલી ,વડાપાઉ ,ખીચુ , ઠંડાપીણા સહિત ના સ્ટોર ઉભા કરી પૈસા આપીને સમાજના લોકો નાસ્તો કરી મનોરંજન માણતા હોય છે ત્યારે બાળકો-મહિલાઓ સમાજ ના દરેક પરિવાર ના લોકો ફુટ ફેસ્ટિવલ નો ભરપૂર આનંદ માન્યો હતો તો રાત્રી દરમ્યાન દાડીયા રાસ નુ આયોજન કરવામા આવ્યુ હતુ તો સમાજ ના પ્રમુખ સાંખલા નરેન્દ્રભાઇ લાલજીભાઇ તથા કારોબારી સભ્યો ગોરાણી દેવશીભાઇ અબજીભાઇ , ભાવાણી મણીભાઇ કેશરાભાઇ , પોકાર ભરતભાઇ મગનભાઇ , સેધાંણી ચેતનભાઇ રતિભાઇ સહિત સમાજ ના લોકો દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ પ્રાંતિજ