પ્રાંતિજ ખાતે ભાજપ દ્રારા વીર બાળ દિવસ ઉજવવામા આવ્યો
– પૂર્વ ધારાસભ્ય , તાલુકા પ્રમુખ , પ્રમુખો સહિત ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા
– ટીવી સ્કીન ઉપર ફિલ્મ બતાવી શાળા ના બાળકોને દિવસ વિષે જાણકારી આપી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્રારા વીર બાળ દિવસ ને ઉજવવામા આવ્યો હતો જેમા પૂર્વ ધારાસભ્ય , તાલુકા પ્રમુખ તથા ભાજપ પ્રમુખો સહિત ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
દસમાં શીખગુરૂ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજી ની શહાદતની યાદમા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ માં ભારત સરકારે તારીખ ૨૬ મી ડીસેમ્બર ” વીર બાલ દિવસ ” ને રાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરેલ છે જેને લઈ ને ” વીર બાલ દિવસ ” ઉજવવામા આવશે જેને લઈ ને પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્રારા પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે ” વીર બાલ દિવસ ” ઉજવવામા આવ્યો હતો જેમા તેવોની તસવીર ને પુષ્પાંજલિ કરવામા આવી હતી અને ઉપસ્થિત મહાનુભાવો દ્રારા તેમના વિષે માર્ગદર્શન પુરૂપાડવામા આવ્યુ હતુ અને ઉપસ્થિત બાળકોને ટીવી સ્કીન ઉપર તેવો ની ફિલ્મ બતાવવામા આવી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , ભાજપ શહેર પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટ , શાળાના આચાર્ય પી.ડી.પટેલ સહિત ભાજપ આગેવાનો કાર્યકરો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા .
જીલ રાવલ પ્રાંતિજ