ફલાવર નો ભાવ બે રૂપિયા મળતા ખેડૂતો મા નિરાશા
પ્રાંતિજ ખાતે ફલાવર ના ભાવો ના મળતા ખેડૂતો મા નિરાશા
– ભાવ ના હોવાથી માર્કેટયાર્ડ સુધી લઈ જવાના પૈસા પણ ખેડૂતોને મળતા નથી
– બિયારણ,ખેડ-પાણી,ખાતર-મંજુરી ખર્ચ સહિત પાઉચ ના પૈસા પણ નથી મળતા
– માર્કેટયાર્ડ મા ફલાવર ૨૦ કિલ્લો નો ૪૦ રૂપિયા ના ભાવે વેચાય છે
– વાદળ આવતા તથા ફલાવર પાક વધુ હોવાથી ખેતરો મા સફેદ ચાદર પાથરી હોય તેવો માહોલ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકા ના ગામડાઓમા પણ મુખ્યત્વે શાકભાજી ના પાક મા ફલાવર ની ખેતી પુષ્કર પ્રમાણ મા થાય છે પણ હાલ ફલાવર ના ભાવ ના મળતા ફલાવર પકવતા ખેડૂતો મા નારાજગી જોવા મળી રહી છે
પ્રાંતિજ સહિત તાલુકા મા ફલાવર-કોબીજ ની ખેતી મોટા પ્રમાણ મા થાય છે અને પ્રાંતિજ તાલુકો ફલાવર-કોબીજ ની ખેતીમા જિલ્લા સહિત રાજયમા અવલ્લ નંબર વન છે અને પ્રાંતિજ નુ ફલાવર-કોબીજ ગુજરાત ના શહેરો અમદાવાદ , વડોદરા , સુરત ,રાજકોટ સહિત ના નાના-મોટા શહેરો સહિત મહારાષ્ટ્ર ના મુંબઇ , પુણા , નાસિક સહિત દિલ્લી , ઉદેપુર સહિત વિદેશો મા પણ પ્રાંતિજ ના ફલાવર ની માંગ છે ત્યારે હાલતો પ્રાંતિજ સહિત તાલુકા મા નાના ખેડૂતોથી લઈ ને મોટા ખેડૂતો દ્રારા અન્ય શાકભાજી ની અન્ય ખેતી છોડીને ફલાવર ની ખેતી તરફ વળતા ફલાવર નો પાક પુસ્કર પ્રમાણ મા તૈયાર થતા અને બીજી બાજુ વાદળો આવી જતા વાદળ ને લઈ ને ફુલાવર જલ્લી એક સાથે ફુટી જતા પુસ્કર પ્રમાણ મા ઉતારો ચાલુ થતા બજાર મા એક સાથે આવતા હાલ બજાર ભાવ ના મળતા ખેડૂતો ની હાલત કફોડી બની છે અને હોલસેલ મા ૨૦ કિલો નો ભાવ ૪૦ એટલે કે બજાર ભાવ- ૨ રૂપિયા જેટલો મળતા હાલ તો મોધુ બિયારણ દવા ,ખાતર , પાણી-ખેડ મહેનત સહિત પાઉચ (ઝભલા) જેવો ખર્ચ પણ માથે પડયો છે ત્યારે હાલ તો પુસ્કર પ્રમાણ મા પાક ને લઈ ને ફલાવર માર્કેટયાર્ડ ખાતે વેચાણ અર્થે આવે છે પણ ભાવ ના મળતા ખેડૂતો મા નિરાશા જોવા મળી રહી છે ત્યારે વધુ પડતા એક સાથે પાક ને લઈ ને ખેતરો મા જયા જુવો ત્યા ફલાવર ના પાક ને લઈ ને સફેદ ચાદર જેવો માહોલ જોવા મળી રહ્યો છે
જીલ રાવલ પ્રાંતિજ