fbpx

હોસ્પિટલના ખાવામાં ‘ગરોળી’, દર્દીની હાલત ખરાબ, લોકોએ કહ્યું, હવે ક્યાં જઈએ?

Spread the love

હોસ્પિટલમાં દાખલ થવાનો અર્થ એ છે કે, વ્યક્તિ બીમાર છે. આવી સ્થિતિમાં જો દર્દીના આહારનું ધ્યાન રાખવામાં ન આવે તો તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આવું જ કંઈક ઉત્તર પ્રદેશના હાપુડમાં થયું છે. હાપુડ સ્થિત સરસ્વતી હોસ્પિટલમાં દર્દીને ભોજન પીરસવામાં આવ્યું હતું. જેની અંદર મરેલી ગરોળી નીકળી હતી.

જ્યારે દર્દીએ ખોરાક ખાવાનું શરૂ કર્યું, ત્યારે તેની નજર ગરોળી પર પડી. જેના કારણે તે ગભરાઈ ગયો અને તરત જ તેના પરિવારને આ અંગે જાણ કરી. પરિવારજનોએ પણ આ ઘટનાનો વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યો હતો. આ વ્યક્તિની પત્નીએ ભોજન બાબતે હોસ્પિટલના સ્ટાફ સામે પોલીસ ફરિયાદ પણ કરી છે.

વાયરલ વીડિયોમાં ડિસ્પોઝેબલ પ્લેટમાં ખાવાનું રાખેલું જોવા મળે છે. જેમાં એક તરફ દાળ અને બીજી બાજુ રોટલી મુકેલી છે. દર્દીએ એ જ પ્લેટની એક બાજુએ મરેલી ગરોળી નીકાળીને રાખી છે. આ વિડિયો ખરેખર રુંવાડા ઉભા કરી દે તેવો છે. કારણ કે કોઈપણ બીમાર વ્યક્તિ સારી સાર સંભાળ અને સ્વચ્છતા માટે હોસ્પિટલમાં જાય છે.

જ્યાં તેને સારો-સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાક મળે છે. પરંતુ આ હોસ્પિટલની આવી હાલત જોઈને હવે લોકો આવી જગ્યાએ જતા પણ ડરી જશે. X પર આ વિડિયો પોસ્ટ કરતી વખતે, @SachinGuptaUPએ લખ્યું, સરસ્વતી હોસ્પિટલ, હાપુડ, UPમાં દર્દીના ખોરાકમાંથી મૃત ગરોળી મળી. દર્દીની તબિયત વધુ બગડતાં પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી.

આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 6 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. 250થી વધુ યુઝર્સે આ પોસ્ટને લાઈક પણ કરી છે. જ્યારે કોમેન્ટ સેક્શનમાં લોકો હોસ્પિટલ અને રસોઈયાની ટીકા કરી રહ્યા છે.

હોસ્પિટલના ખાવામાં ગરોળી જોઈને યુઝર્સ પણ ખૂબ ગુસ્સે છે અને કોમેન્ટમાં ઉગ્રતાથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ક્યાંક સ્વાસ્થ્ય સુવિધાઓ સારી નથી, ક્યાંક ખાવાની સુવિધા સારી નથી, આખરે વ્યક્તિ જાય ક્યાં?

બીજાએ કહ્યું કે, આ બધા સમાચાર જોયા પછી જ્યારે પણ હું ઘરની બહાર જાઉં છું, ત્યારે ઘરેથી જ ખાવાનું બનાવીને સાથે લઈ જાઉં છું. તે જ હું ખાઉં છું, દરેક જગ્યાએ બેદરકારી જોવા મળી રહી છે. અન્ય એક યુઝરે કહ્યું કે, બેદરકારી દાખવનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.

Leave a Reply

error: Content is protected !!