fbpx

પ્રાંતિજ ના માવાની મુવાડી ગામે થી દેશી દારૂ ની ભઠ્ઠી ઝડપાઈ

Spread the love

પ્રાંતિજ ના માવાની મુવાડી ગામે થી દેશી દારૂ ની ભઠ્ઠી ઝડપાઈ
– ખારી નદીના કાંઠે દેશી દારૂનું કરાતુ હતુ મોટે પાયે ઉત્પાદન
– ૧૧૭૨ લીટર દેશી દારૂ સાથે બે શખ્સોની અટકાયત કરી
– ૨૨,૫૩૫ લીટર દેશી દારૂ બનાવવાનો વોશ ઝડપાયો
– દરોડા દરમિયાન  બે ની અટકાયત ૨૧ ભાગી ગયા
– કુલ ૨૩ શખ્સો સામે ગુનો નોંધાયો
– ૧૧,૧૧,૧૪૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ના દેશી દારૂ નુ એવા માવાની મુવાડી ગામે થી દેશી દારૂ ની વિશાળ ઉત્પાદન કરતી ભઠ્ઠી ઉપર એસ.એમ.સી દ્રારા રેઈડ કરતા કુલ ૧૧૭૨ લીટર દેશીદારૂ સાથે ૧૧,૧૧,૧૪૫ ના મુદ્દામાલ સાથે બે શખ્સો ને ઝડપી પાડયા હતા તો ૨૧ શખ્સો ભાગી ગયા કુલ-૨૩ આરોપીઓ સામે કેસ નોધી ઝડપાયેલા બે આરોપીઓ સહિત મુદ્દામાલ પ્રાંતિજ પોલીસ ને સોપવામા આવ્યો


   પ્રાંતિજ તાલુકા ના માવાની મુવાડી એ દેશી દારૂ  માટે નુ એપીસેન્ટર એટલે કે હબ છે અને અહી નદીની કોતરોમા રોજનો હજારો લીટર દેશી દારૂ નો જથ્થો તૈયાર કરવામા આવે છે અને અહીંથી સાબરકાંઠા-અરવલ્લી , ગાંધીનગર સુધી માલ પોહચાડવામા આવતો હોય છે અને અહી નાની મોટી અનેક ભઠ્ઠી ઓ આવેલ છે જેમા ખારી નંદી કાંઠે આવેલ દેશી દારૂ નુ ઉત્પાદન કરતી એક ભઠ્ઠી ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ ના પીએસઆઇ એસ.આર.શર્મા તથા તેમની ટીમ દ્રારા દરોડો પાડતા દેશી દારૂ નો વિશાળ જથ્થો ઝડપાયો હતો જેમા ૧૧૭૨ લીટર દેશી દારૂ સાથે બે શખ્સો ની અટકાયત પણ કરવામા આવી છે તો ૨૨,૫૩૫ લીટર દેશી દારૂ બનાવવાનો વોશ પણ ઝડપાયો હતો તો રેઈડ દરમ્યાન અન્ય ૨૧ શખ્સો ભાગી ગયા જયારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્રારા રેઈડ દરમ્યાન દેશી દારૂ નો વિશાળ જથ્થા સાથે વાહનો , વોટરપંપ , કીટલીઓ , વુડ બ્લોક્સ , ધાતુ નુ પાત્ર , બે મોબાઇલ સહિત નો મુદ્દામાલ કબજે કરી સ્થળ ઉપર થી વિષ્ણુસિંહ અભયસિંહ ઝાલા , કુલદીપસિંહ સોમસિંહ ઝાલા બે મજુર ની અટકાયત કરી અન્ય ૨૧ વોન્ટેડ ભાવેશસિંહ અમરસિંહ ઝાલા , વિજયસિંહ ચતુરસિંહ ઝાલા , કરણસિંહ ઉર્ફે ટિકલો જગતસિંહ ઝાલા , જીન્દુસિંહ ઉર્ફે જીગો દિનુસિંહ ઝાલા , અજયસિંહ કાનસિંહ ઝાલા , કનુસિંહ દાન સિંહ ઝાલા દેશી દારૂ ની ભઠ્ઠી ચલાવનાર તથા કિરણસિંહ રગુસિંહ ઝાલા , ધર્મેન્દ્રસિંહ અમરસિંહ ઝાલા , મહેન્દ્રસિંહ ઉર્ફે લાલો સજ્જનસિંહ ઝાલા , પ્રવિણસિંહ ઉર્ફે પલુસિંહ ગુલાબસિંહ ઝાલા દેશી દારૂની ભઠ્ઠી ચાલવનાર અને અન્ય નાની ભઠ્ઠી થી માલ ભેગો કરી પુરવઠો કરણ તથા અશોક લેલન્ડ નો માલિક તથા દશ અજાવ્યા ઇસમ સહિત કુલ-૨૧ વોન્ટેડ સહિત કુલ-૨૩ સામે પ્રોહીએકટ-૬૫(એ,ઇ,એફ), ૮૧,૮૩,૯૮(૨) મુજબ ગુનોનોંધી તપાસ હાથ ધરી હતી

એસ.એમ.સી એ રેઈડ દરમ્યાન ઝડપેલ મુદ્દામાલ
દેશી દારૂ-૧૧૭૨ લિટર જેની કિંમત રૂપિયા – ૨,૩૪,૪૦૦ , ૨૨,૫૩૫ લિટર ધોવા વોશ જેની કિંમત – ૫,૬૩,૩૭૫ , પાંચ વાહન જેની કિંમત- ૨,૯૦,૦૦૦ , ધાતુ ના પાત્ર-૧૮ જેની કિંમત- ૧૮૦૦ , ઇલેક્ટ્રિ વોટર પંપ-૨ જેની કિંમત-૩૦૦૦ , વુડ બ્લોક્સ ૧,૧૮૦ કિલોગ્રામ જેની કિંમત-૧૧૭૦ , સ્ટીલ ની કીટલી-૩૬ જેની કિંમત-૧૮૦૦ , મોબાઈલ -૨ જેની કિંમત-૧૫૦૦૦ મળી કુલ મુદ્દામાલ-રૂપિયા ૧૧,૧૧,૧૪૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો

જીલ રાવલ પ્રાંતિજ 

Leave a Reply

error: Content is protected !!