પ્રાંતિજ ના સલાલ ખાતે આવેલ સ્કુલ ના ભૂતપૂર્વ વિધાર્થીઓ મિત્રો નુ રી યુનિયન ફંકશન યોજાયુ
– હયાત ના હોય તેવો મિત્રો તેમના પરિવાર જનો અને ગુરૂજનોને શ્રધ્ધાંજલી અર્પી
– ૩૨ વર્ષ બાદ ક્લાસ મેટ મિત્રો સતત બીજાવર્ષે ભેગા થયા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સલાલ ખાતે ધી ફેન્ડઝ હાઇસ્કુલ મા ૧૯૯૧ મા ધોરણ-૧૦ સુધી અભ્યાસ કરી ચુકેલ મિત્રો નો નુ રી યુનિયન ફંકશન પરિવાર સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
પ્રાંતિજ ના સલાલ ખાતે આવેલ ધી ફેન્ડઝ હાઇસ્કુલ મા ૧૯૯૧ મા ધોરણ-૧૦ મા અભ્યાસ કરી ચુકેલ ભૂતપૂર્વ મિત્રો નો પરિવાર સાથે નું રી યુનિયન સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમા ૩૦ થી પણ વધારે ક્લાસ મેટ મિત્રો પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા તો જે મિત્રો આજે હયાત નથી તેવા મિત્રો તથા તેમના પરિવાર જનો તથા ગુરૂજનો યાદ કરી ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામા આવી હતી તો ઉપસ્થિત ગુણવંત ભાઈ તથા દિનેશભાઈ બન્ને ગુરૂ ઓનુ નુ પુષ્પછડી આપીને સન્માન કરવામા આવ્યુ હતુ અને સુખ દુખ ની વાતો કરી રાસ-ગરબા સાથે ભોજન લઈ ને છુટા પડયા હતા તો કાર્યક્રમ નુ સફળ સંચાલન જગદીશભાઇ પટેલ અને પ્રવિણભાઇ પટેલ દ્રારા કરવામા આવ્યુ હતુ તો ૩૨ વર્ષ પછી સતત બીજીવાર આટલી મોટી સંખ્યા મા ધોરણ-૧૦ ના ક્લાસ મેટ મિત્રો પોતાના પરિવાર સાથે મળીને હર્ષ ની લાગણી વ્યક્ત કરી એકબીજાને મળી ને ધન્યતા અનુભવી હતી તો સમગ્ર ખર્ચ દલપુર ના જયેશભાઈ પટેલ તથા સલાલ ના ચેતનભાઇ પટેલ દ્રારા ઉપાડી લેવામા આવ્યો હતો
જીલ રાવલ પ્રાંતિજ