fbpx

રણથંભોર નેશનલ પાર્કમાં કેમ વધી રહી છે નર વાઘ વચ્ચેની લડાઈ?

Spread the love

વિશ્વ પ્રસિદ્ધ રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનમાં છેલ્લા બે વર્ષમાં 16 વાઘ મૃત્યુ પામ્યા છે, જેમાંથી મોટાભાગના વાઘ પોતાનું વર્ચસ્વ જમાવવાની લડાઈને કારણે મૃત્યુ પામ્યા છે. વાઘ-વાઘણની સંખ્યામાં અસમાનતાને કારણે, નર વાઘ વચ્ચે વાઘણને લઈને સંઘર્ષ વધી રહ્યો છે, જેના કારણે નર વાઘ મરી રહ્યા છે.

વિશ્વ પ્રસિદ્ધ રણથંભોર નેશનલ પાર્કમાં છેલ્લા બે વર્ષમાં 16 વાઘના મોત થયા છે. તાજેતરમાં T-2309ના મોત પછી વન્યપ્રાણી પ્રેમીઓ સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે, જો આ જ રીતે વાઘના મોત થતા રહેશે તો અહીંની ઇકોલોજીકલ સિસ્ટમ સંપૂર્ણપણે બગડી જશે. T-2309ના મૃત્યુનું કારણ આંતરિક સંઘર્ષ હોવાનું કહેવાય છે. માહિતી પ્રકાશમાં આવી છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મોટાભાગના વાઘના મૃત્યુ વાઘણને પામવાની લડાઈને કારણે થયા છે. વન નિષ્ણાતો કહે છે કે, રણથંભોરમાં તાજેતરના સમયમાં જાતિ ગુણોત્તરની અસમાનતા વધી રહી છે. જેના કારણે નર વાઘ વચ્ચે વર્ચસ્વની લડાઈ વધી રહી છે.

હાલમાં રણથંભોર નેશનલ પાર્ક (RNP)માં 16 બચ્ચા સાથે 24 નર અને 24 માદા વાઘ છે. પર્યાવરણીય સ્થિરતા જાળવવા અને સ્પર્ધા ઘટાડવા માટે આદર્શ પુરુષ-થી-સ્ત્રી ગુણોત્તર 1:2 અથવા 1:3 હોવો જોઈએ. વન્યજીવન નિષ્ણાતો કહે છે કે, એક નર વાઘ માટે બે થી ત્રણ માદા વાઘણની જરૂર પડે છે. આ અસંતુલનને કારણે નર વાઘ વચ્ચે વાઘણને લઈને લડાઈ થતી હોય છે, જે ઘણીવાર નબળા વાઘના મૃત્યુનું કારણ બને છે. રણથંભોરમાં સમાન સંખ્યાના આ સંતુલનમાં ભંગાણને કારણે, નર વાઘની વચ્ચે એકબીજા સાથે વર્ચસ્વ માટે સંઘર્ષ થતો હોય છે અને તેના કારણે તેમનું મૃત્યુ થતું હોય છે.

તાજેતરના વર્ષોમાં, રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાંચ નર અને 11 માદા વાઘને અન્ય અભ્યારણોમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. તેમાં કોટામાં મુકુન્દરા હિલ્સ ટાઈગર રિઝર્વ (MHTR), બુંદીમાં રામગઢ વિશધારી ટાઈગર રિઝર્વ અને અલવરમાં સરિસ્કા ટાઈગર રિઝર્વનો સમાવેશ થાય છે. અહીંથી વાઘના સ્થાનાંતરણને કારણે લિંગ ગુણોત્તરમાં ફેરફાર થયો છે અને વાઘ વચ્ચે સંઘર્ષ વધ્યો છે.

નર વાઘને સામાન્ય રીતે 20-50 ચોરસ કિલોમીટરની રેન્જની જરૂર પડે છે, જ્યારે આ અભયારણ્ય 1,700 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. જરૂરી ગણતરીઓ અનુસાર, નર વાઘને સામૂહિક રીતે માત્ર 720 ચોરસ કિલોમીટરની જરૂર પડે છે. માદા વાઘને માત્ર 10-12 ચોરસ કિલોમીટરની જરૂર પડે છે, તેઓ તેમના બચ્ચા સાથે તેમનો વિસ્તાર વ્હેંચતી હોય છે. જો કે, સમયાંતરે સર્જાયેલું અસંતુલન વર્ચસ્વની લડાઈ તરફ દોરી રહ્યું છે. એકંદરે જોવા જઈએ તો, રણથંભોરમાં વાઘના મૃત્યુનું મુખ્ય કારણ પરસ્પરની લડાઈને બદલે વાઘ વાઘણની અસમાનતા મુખ્ય કારણ બન્યું છે.

error: Content is protected !!