સુરત રેલવે સ્ટેશન પર મલ્ટી મોડલ ટ્રાન્સ્પોટેશન હબનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અત્યારે પ્લેટફોર્મ નંબર 4 પર સુરત રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ ફેસ-1નું કામ ચાલી રહ્યું છે જે 8 જાન્યુઆરી 2025ના દિવસે પુરુ થશે એટલે પ્લેટફોર્મ નંબર 4 શરૂ થઇ જશે.
પરંતુ 8 જાન્યુઆરી 2025થી પ્લેટફોર્મ નંબર 2 અને 3નું કામ શરૂ થવાનું છે એટલે આ બંને પ્લેટફોર્મ 60 દિવસ એટલે કે બે મહિના માટે બંધ રહેવાના છે.
આને કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભારણ વધશે, કારણકે ઘણી બંધી ટ્રેનો ઉધના ડાયવર્ટ કરવામાં આવી છે.પ્લેટફોર્મ નં2 પર સ્ટોપ કરતી 122 મેલ એક્સપ્રેસ અને પ્લેટફોર્મ 1 પર થોભતી ડાઉન લાઇનની 79 ટ્રેનોને શિફ્ટ કરવામાં આવી છે.