fbpx

સૌથી મહત્ત્વની ટેસ્ટના સૌથી મહત્ત્વના દિવસે જૈસવાલની શરમજનક હેટ્રિક

આ પછી કેચ ડ્રોપ અને નો બોલની ભૂલોએ ભારતીય ટીમને ઘણી પાછળ પાડી દીધી. ઓસ્ટ્રેલિયાને 174ના સ્કોર પર સમેટી લેવાની સુવર્ણ તક હતી, પરંતુ એક કેચ ડ્રોપએ તે છીનવી લીધું. હકીકતમાં ઇનિંગની 66મી ઓવર મોહમ્મદ સિરાજે ફેંકી હતી.

તેનો પહેલો જ બોલ, સિરાજે બહારની બાજુએ લેન્થ બોલ ફેંક્યો. તેના પર બોલ નાથન લિયોનના બેટની કિનારી લઈને સીધો હવામાં જતો જોવા મળ્યો હતો. જ્યાં સિરાજની પાસે તેને પકડવાની તક હતી. તેણે હાથ પણ લગાવ્યો, પણ કેચ ન પકડી શક્યો. આ કેચ ડ્રોપ ભારતીય ટીમ માટે ખતરનાક રહ્યું હતું.

ત્યારે નાથન લિયોન 5 રન બનાવીને રમી રહ્યો હતો. પરંતુ ચોથા દિવસની રમતના અંત સુધીમાં તેણે અણનમ 41 રન બનાવી લીધા હતા. જ્યારે તેનો પાર્ટનર સ્કોટ બોલેન્ડ 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. બંને વચ્ચે 10મી વિકેટ માટે 110 બોલમાં 55 રનની અણનમ ભાગીદારી થઈ હતી. જો સિરાજે કેચ લઇ લીધો હોત તો આ ભાગીદારી થઈ ન હોત.

ચોથા દિવસે જસપ્રીત બુમરાહે રમતની છેલ્લી ઓવર નાખી. આ 82મી ઓવરના ચોથા બોલ પર નાથન લિયોન કેચ આઉટ થયો હતો. બોલ તેના બેટની કિનારી લઈને સ્લિપમાં ઉભેલા KL રાહુલના હાથમાં ગયો. રાહુલે પણ તેને ખૂબ જ મુશ્કેલીથી પકડી લીધો હતો.

પરંતુ અહીં બુમરાહે મોટી ભૂલ કરી. હકીકતમાં, તેનો પગ લાઈનની બહાર પડ્યો હતો, તેને નો-બોલ જાહેર કરવામાં આવ્યો હતો. આ કારણે રાહુલનો કેચ પણ નિરર્થક ગયો અને નાથન લિયોનને બીજું જીવનદાન મળ્યું હતું. જો કે, ચોથા દિવસે રમત અહીં અટકી ગઈ હતી. પરંતુ છેલ્લા દિવસે આ કેચ કેટલો ભારે પડશે તે હવે જોવું રહ્યું.

મેચમાં ટોસ જીત્યા પછી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 474 રનનો મોટો સ્કોર કર્યો. આ પછી ભારતીય ટીમે પ્રથમ દાવમાં 369 રન બનાવ્યા હતા. આ રીતે કાંગારૂ ટીમને પ્રથમ દાવમાં 105 રનની લીડ મળી હતી.

આ પછી ચોથા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે 228 રન બનાવી લીધા હતા. નાથન લિયોન 41 રને અણનમ રહ્યો અને બોલેન્ડ 10 રન બનાવીને અણનમ રહ્યો. બંને વચ્ચે 10મી વિકેટ માટે 110 બોલમાં 55 રનની અણનમ ભાગીદારી થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં અત્યાર સુધી કુલ 333 રનની લીડ મેળવી લીધી છે.