ઉત્તર પ્રદેશ સ્થિત ગોરખપુરના શાસ્ત્રી ચોક ખાતે ફોરેન્સિક સાયન્સ લેબમાં નોકરી કરતા હેડ કોન્સ્ટેબલ અનવારુલ હક ખાન રાત્રે સુઈ ગયા. સવારે જ્યારે તે જાગ્યો ત્યારે તેના મોબાઈલ પર મેસેજ જોઈને તે હાંફળો ફાંફળો થઇ ગયો હતો. જેવી બેંક ખુલી કે તરત જ તે બેંકમાં દોડી ગયો. ચાલો જાણીએ પછી આગળ શું થયું?
ગોરખપુરમાં શાસ્ત્રી ચોક ખાતે ફોરેન્સિક સાયન્સ લેબમાં નોકરી કરતા એક કોન્સ્ટેબલ સાયબર ઠગનો શિકાર બન્યો હતો. કોન્સ્ટેબલ રાત્રે ડ્યુટી પતાવીને આરામથી સૂતો હતો અને સવારે જાગ્યો ત્યારે તેના મોબાઈલ પર મેસેજ આવ્યો કે, તેના ખાતામાંથી 24,000 રૂપિયા કપાઈ ગયા છે. મેસેજ જોઈને તેના હોશ ઉડી ગયા હતા. ત્યારપછી તે પોલીસકર્મી ઉતાવળે દોડીને બેંકમાં પહાચ્યો હતો. બેંક ગયા પછી પોલીસકર્મી સાયબર પોલીસ સ્ટેશને પહોંચ્યો અને અજાણ્યા વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગાઝીપુર જિલ્લાના જમનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવૈયા ગામનો રહેવાસી અનવારુલ હક ખાન હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. તે ગોરખપુરના શાસ્ત્રી ચોક સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં કામ કરે છે. અનવારુલ હક ખાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, જ્યારે તે સવારે ઉઠ્યો ત્યારે તેના ખાતામાંથી 24 હજાર રૂપિયા કાપવાનો મેસેજ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. અનવારુલ હક ખાન સૌ પ્રથમ સ્ટેટ બેંકની મુખ્ય શાખામાં પહોંચ્યો અને બેંક મેનેજરને સાયબર ફ્રોડ અંગે જાણ કરી. બેંક મેનેજરે તેમને કહ્યું કે, બેંકના સ્તરેથી તેને પૈસા પાછા નહીં મળી શકે.
બેંક તરફથી આવો જવાબ સાંભળીને અને ત્યાંથી રાહતની આશા ન મળતા અનવારુલ હક ખાને સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. સાયબર પોલીસ સ્ટેશને પહોંચી અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સાયબર પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં અનવારુલ હક ખાને જણાવ્યું કે તે 12 ડિસેમ્બરની રાત્રે પોતાના ઘરે સૂતો હતો. સવારે જ્યારે તે જાગ્યો ત્યારે તેને મેસેજ મળ્યો કે, તેના ખાતામાંથી 24,000 રૂપિયા ઉપડી ગયા છે. પૈસા ક્યાંથી ઉપાડવામાં આવ્યા તેની તપાસ સાયબર પોલીસ કરી રહી છે.